ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
માલદિવથી પ્રવાસ કરીને બિલાસપુર આવેલા પ્રવાસી સામે હોમ ક્વોરન્ટાનનો નિયમ ભંગ કરવા બદલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તે કોવિડ પોઝિટિવ હોવાથી તેણે સખતાઈ પૂર્વક હોમ કવોરન્ટાઇન થવાનું હતું, છતાં તેણે નિયમનો ભંગ કરીને મુંબઈનો પ્રવાસ કર્યો હતો.
બિલાસપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરે મિડિયા હાઉસને આપેલા અહેવાલ મુજબ માલદિવથી આવેલા બે પ્રવાસીઓ પોઝિટિવ નીકળ્યા હતા, તેમાં 31 વર્ષના યુવક અને 49 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે, જે લંડનની મુલાકાત લઈને આવી હતી.
સારા સમાચારઃ શતાબ્દી અને દુરન્તોમાં પ્રવાસ કરનારા યાત્રીઓને 10 ડિસેમ્બરથી મળશે આ સુવિધા. જાણો વિગત
બંને જણ દિલ્હી એરપોર્ટ પર ટેસ્ટ દરમિયાન નેગેટીવ આવ્યા હતા. પરંતુ બુધવારે બિલાસપુર પહોંચ્યા બાદ બંનેના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બંને પોઝિટિવ આવ્યા હતા. બંનને સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવતા અઠવાડિયામાં આવશે. આ દરમિયાન 31 વર્ષના યુવકને પોઝિટિવ હોવાથી હોઈ આઈસોલેશનની સલાહ આપવામાં આવી હતી. ઈન્સપેકશન દરમિયાન તે તેના ઘરેથી ગાયબ થઈ ગયો હોવાનું જણાઈ હતું. આ યુવકને મુંબઈમાં પકડી પાડવામાં આવ્યો છે. તેની સામે એપેડેમીક ડીઝીસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.