ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ઓમીક્રોનને માત આપવા મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છે. મુંબઈમાં ઓમીક્રોનના હજી ફક્ત બે જ દર્દી નોંધાયા છે. છતાં પાલિકાએ કોવિડના ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આરોગ્ય ખાતાએ 20 લાખ એન્ટીજન ટેસ્ટ કીટ પણ ખરીદવાની છે. જેમાં ફક્ત નવ રૂપિયામાં તપાસ કરીને અડધા કલાકમાં રિપોર્ટ ઉપલબ્ધ થઈ જશે.
મુંબઈ શહેરમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવી ગઈ છે. છતાં ઓમીક્રોનના જોખમને જોતા પાલિકા અને ખાનગી લેબોરેટરીના માધ્યમથી કોવિડ ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. આરોગ્ય ખાતાના કહેવા મુજબ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ તેમ જ મુંબઈમાં દરરોજ 35થી 50 હજાર કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી રોજના સરેરાશ 250 દર્દી નોંધાઈ રહ્યા છે. તકેદારીના પગલારૂપે પાલિકાએ એક લાખ બેડ પણ બે દિવસમાં સક્રિય થઈ જાય એવી વ્યવસ્થા કરી છે.
નવા વર્ષમાં નાગરિકોને લાગશે ઝટકો! ઓનલાઇન ઓટો-ટેક્સીની બુકિંગ પર પણ ચૂકવવો પડશે GST. જાણો વિગત
પાલિકાને એન્ટીજન કીટ ખરીદી કરવા માટે બહાર પાડેલા ટેન્ડર પ્રક્રિયામાં પાંચ કોન્ટ્રેક્ટરે પ્રતિસાદ આપ્યો છે. એક ટેસ્ટ માટે નવ રૂપિયા એવો દર કોન્ટ્રેક્ટરે લગાવ્યો છે. સ્પર્ધા વધી જવાથી કંપનીઓ તરફથી ઓછા દર આવી રહ્યા હોવાનું પાલિકાનું કહેવું છે.