Site icon

મુંબઈમાં હવે ટુરીસ્ટ ડેસ્ટીનેશન પર થશે વેક્સિનેશન . જાણો પાલિકાની નવી યોજના વિશે. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈમાં કોરોનાની વેક્સિનેશન અભિયાન(Corona vaccination campaign) અંતર્ગત ૧૨થી ૧૪ વયજૂથનો વર્ગ કોવિડ પ્રતિબંધક વેક્સિન(Covid preventive vaccine)  માટે મોળો પ્રતિસાદ મળ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાના(BMC) આરોગ્ય ખાતાએ(Health Department) હવે હાઉસિંગ સોસાયટી(Housing Society), શાળા અને માર્કેટોમાં શિબિરનું આયોજન કરવાની છે. એ સાથે જ પાલિકાએ વેકેશન હોવાથી મુંબઈના પર્યટન સ્થળ(Tourist destination) પર વેક્સિનેશન સેન્ટર(Vaccination Center) ખોલવાની છે.

આ વર્ગના લોકોને હાલ સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે, તેથી સ્કૂલમાં વેક્સિન આપવું શક્ય નથી. તેથી પાલિકાએ મુંબઈનાં પર્યટન સ્થળોએ વેક્સિનેશન શિબિરનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ એજગ્રુ૫માં માંડ ૨૫ ટકા બાળકનું જ વેક્સિનેશન થયું છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં બે દિવસ પ્રી-મોન્સૂન શાવર થઈ શકે છે. મોસમ વિભાગની આ છે આગાહી…

કોરોના વેક્સિનેશનના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારના(Central Government) નિર્દેશ અનુસાર પાલિકાએ ૧૬ માર્ચથી ૧૫થી ૧૭ વયજૂથ માટે વેક્સિનેશન શરૂ કર્યું હતું. જોકે ખાસ્સો સમય વીતી ગયા છતાં આ એજ ગ્રુપના લોકો વેક્સિનથી દૂર ભાગી રહ્યા છે. તો બીજી બાજુ ૧૨થી ૧૪ વર્ષની વયજૂથનાં બાળકોમાં તો હજી પણ વેક્સિનેશન અંગે પ્રતિસાદ સાંપડી નથી રહ્યો.

આ વયજુથમાં વેક્સિનેશન વધારવા માટે હવે પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વેક્સિનેશન સેન્ટરમાં બાળકો આવતાં નથી, એટલે સોસાયટી, શાળાઓ અને માર્કેટોમાં વેક્સિનેશન શિબિર ખોલવામાં આવી હતી. જોકે હાલમાં શાળામાં રજા હોવાને કારણે પ્રતિસાદ સાંપડી રહ્યો નથી. તેથી પાલિકાના આરોગ્ય વિભાગે પર્યટન સ્થળોએ પણ વેક્સિનેશન શિબિર ખોલવાનો નિર્ણય લીધો છે.                           
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version