195
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
ગોરેગામ પશ્ચિમમાં રહેવાસીઓને રસી લેવા માટે જમ્બો કોવિડ સેન્ટરમાં જવું પડતું હતું. આ જગ્યાએ કોરોના ના અનેક દર્દીઓ હોવાને કારણે લોકો ખચકાટ અનુભવી રહ્યા હતા. હવે આ પરિસ્થિતિમાંથી લોકોને સુવિધા મળી છે. ગોરેગામ પશ્ચિમમાં મિના તાઇ ઠાકરે બ્લડ બેંક ખાતે કોરોના રસી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના ટોપીવાલા માતૃત્વ હોસ્પિટલ મા પણ રસી સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે. આ રીતે ગોરેગામ માં રહેનાર લોકોને આવનારા દિવસમાં સુવિધા રહેશે.
You Might Be Interested In