ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
મુંબઈની લોકલ ટ્રેનમાં મર્યાદિત સંખ્યામાં મહિલાઓને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આવી ઓછી ભીડવાળી ટ્રેનોમાં પણ આ અઠવાડિયે બે મહિલા મુસાફરો પર જુદા જુદા કિસ્સાઓમાં હુમલા કરી લૂંટ કરવામાં આવી હતી. જોકે, ફરિયાદ થયાના દિવસે જ બંને અપરાધીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
મીરા રોડની રહેવાસી 31 વર્ષીય મહિલા સોમવારે બપોરના સમયે વિરાર લોકલમાં ઘરે જઈ રહી હતી ત્યારે ફોન પર વાત કરી રહી હતી ત્યારે 'ફટકા' ગેંગના સભ્યએ તેના પર ત્રાટકી હતી. મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલ છીનવી ભાગી ગયાં હતાં.
બીજા એક કિસ્સામાં વર્ષીય 49 વર્ષીય મહિલાને દિવ્યાંગ કોચમાં હુમલો કરી લૂંટી લેવામાં આવી હતી. ચોરે મહિલાની શારીરિક અસમર્થતાનો ફાયદો ઉઠાવી તેના ચહેરા પર ધક્કો માર્યો હતો, ત્યારબાદ તે તેના પર્સ સાથે ભાગી ગયો હતો.
આ અંગે રેલવે અધિકારી નું કહેવું છે કે લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી ઓછી અને મર્યાદિત મુસાફરો સાથે કાર્યરત હોવા છતાં, મુસાફરો સામેના ગુનાઓ દરરોજ નોંધાય રહયાં છે. આવા સમયે પોલીસ સામે અનેક પડકારો છે. ખાસ કરીને રેલ્વે પરિસરમાથી બહાર નીકળવા માટે જે છટકબારીઓ છે તે જ્યાં સુધી બંધ ન થાય અને બાઉન્ડ્રી વાડ નાખવામાં ન આવે ત્યાં સુધી, પાટા પર થતી ગુનાખોરીને કાબૂમાં રાખવી હંમેશાં એક પડકાર રહેશે. એમ રેલવેના અધિકારી એ કહ્યું હતું.