Site icon

Crocodile in BKC: મુંબઈની મીઠી નદીમાં 8 ફૂટનો મગર; શહેરીજનોનું ટેન્શન વધ્યું..

Crocodile in BKC: મુંબઈમાં મીઠી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. BKC ખાતે મીઠી નદીના પટમાં 8 ફૂટનો મગર જોવા મળ્યો છે. મગર દેખાતા જ શહેરીજનો ગભરાઈ ગયા છે.

Crocodile in BKC Crocodile Spotted In Mithi River Near Bandra Kurla Complex

Crocodile in BKC Crocodile Spotted In Mithi River Near Bandra Kurla Complex

 News Continuous Bureau | Mumbai
 
Crocodile in BKC: મુંબઈ ( Mumbai news ) માં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થયો હતો. મુંબઈમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. દરમિયાન ભારે વરસાદને કારણે મુંબઈની મીઠી નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. આ જ મીઠી નદીમાંથી 8 ફૂટનો મગર ( Crocodile ) વિચરતો જોવા મળ્યો છે. જેના પગલે શહેરીજનોનું ટેન્શન વધી ગયું છે.

Crocodile in BKC: BKCમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલ પાસે મીઠી નદીમાં 8 ફૂટનો મગર જોવા મળ્યો 

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના BKCમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલ પાસે મીઠી નદી ( Mithi river ) માં 8 ફૂટનો મગર જોવા મળ્યો છે. મગર મળી આવતા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. બે દિવસના ભારે વરસાદ દરમિયાન મગરો જોવા મળતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. મગર ( Crocodile ) મળી આવ્યા બાદ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન એન્ડ રેસ્ક્યુ એસોસિએશને વન વિભાગ અને RAWWના માનદ વાઈલ્ડલાઈફ વોર્ડનને પણ જાણ કરી છે. મગર મળ્યા બાદ વનવિભાગે તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈમાં છેલ્લા બે દિવસના વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં મગર તણાઈ ગયું હોવાનું અનુમાન વન વિભાગે કર્યું છે.

Join Our WhatsApp Community

Crocodile in BKC: વન વિભાગે કરી આ અપીલ

વળી, આ મગર માનવ વસવાટમાં નહીં પરંતુ તેના કુદરતી રહેઠાણમાં છે. આથી વન વિભાગ દ્વારા નાગરિકોને ગભરાશો નહીં તેવી અપીલ કરવામાં આવી છે. હાલમાં, વિભાગે આ મગરની શોધ શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો  : Navi Mumbai Building Collapse: મુંબઈને અડીને આવેલા આ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા, બચાવ કાર્ય ચાલુ.. જુઓ વિડીયો

Crocodile in BKC: રાયગઢમાં રસ્તા પર 8 ફૂટનો મગર પણ જોવા મળ્યો હતો

રાયગઢના ચિપલુણ તાલુકાના શિવનદી પાસે થોડા દિવસો પહેલા ભારે વરસાદ ( Mumbai rain ) દરમિયાન રસ્તા પર એક મગર જોવા મળ્યો હતો. રસ્તા પરનો આ મગર 8 ફૂટ લાંબો હતો. આ મગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રત્નાગીરી જિલ્લામાં મગરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે સ્થાનિક નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version