ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં 8 માર્ચ, 2022 સુધી જમાવબંધી આદેશ લાગુ કરવામાં આવ્યો છે.
આ આદેશ અનુસાર પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા, જાહેર માર્ગો પર મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જોકે શાંતિપૂર્ણ મોરચો અને દેખાવોને પોલીસની પરવાનગી હોય તો તેને જમાવબંધી આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સિનેમાગૃહ, નાટ્યગૃહ, સાર્વજનિક મનોરંજનના સ્થળો, ન્યાયાલયો, સરકારી અર્ધસરકારી કાર્યાલયો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, કંપની, કારખાના, દુકાનોને બાદ કરવામાં આવ્યા છે.
આ સિવાય વિવાહ સમારંભ, અંતિમવિધી, સહકારી સંસ્થા અને અન્યસંસ્થાની બેન્કો, ક્લબમાં થનારા કાર્યક્રમ,સહકારી સંસ્થાના નિયમિત કામકાજને આ આદેશથી મુક્ત રાખવામાં આવ્યા છે.
રાષ્ટ્રવાદી બાદ હવે શિવસેના સપાટામાં!!! મુંબઈ મનપાના આ નગરસેવકના ઘરે ઈન્કમટેક્સની ધાડ જાણો વિગત