Site icon

ગજબની દાણચોરી.. મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 3 મણ સોનાના બિસ્કિટ ઝડપાયા, વિદેશથી આવી રીતે સંતાડીને લવાયા હતા.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) ના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર રવિવારે કસ્ટમ અધિકારીઓએ અલગ-અલગ કાર્યવાહીમાં રૂ. 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું હતું, જે એક જ દિવસમાં વિભાગ દ્વારા એરપોર્ટ પર જપ્ત કરવામાં સૌથી વધુ સોનું (gold) છે. 

Join Our WhatsApp Community

 

જણાવવામાં આવી રહ્યું છે કે, ઉપરોક્ત સોનું ચાર અલગ અલગ લોકો પાસેથી મળી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ કતાર (Qatar) ની રાજધાની દોહાથી આવી રહ્યા હતા જ્યારે બાકીના 3 પેસેન્જર બીજેથી આવી રહ્યાં હતા. કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો:કામના સમાચાર : સરકારે આધાર કાર્ડના નિયમોમાં કર્યો ફેરફાર, હવે આધારમાં આ કામ કરવું બન્યું ફરજીયાત 

મળતી જાણકરી મુજબ મુસાફરોએ સોનાની દાણચોરી માટે ખાસ કરીને ડિઝાઈન કરાયેલા પટ્ટાનો ઉપયોગ કર્યો હતો. મુસાફરોના શરીર પર બેલ્ટ જોવા મળ્યો હતો જેમાં અલગ અલગ પોકેટ હતા જેમાં સોનાના બિસ્કિટ સંતાડીને લવાયા હતા પરંતુ કસ્ટમ વિભાગની ચકોર નજરમાંથી તે છટકી શક્યા નહોતા. 

તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને આ રેકેટમાં ભારતના સૌથી મોટા સોનાના દાણચોરની સંડોવણી અંગે પણ કડીઓ મળી છે. હવે  રેકેટનો પર્દાફાશ કરવા અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો  

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version