News Continuous Bureau | Mumbai
મુંબઈ એરપોર્ટ પરથી અવાર-નવાર સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગ દ્વારા 26/27 એપ્રિલના રોજ, થાઈલેન્ડથી કુલ 1.157 કિલોગ્રામ સોનું લઈને આવતા ત્રણ મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર પકડવામાં આવ્યા હતા. પેસેન્જરે ચતુરાઈથી સોનું તેની નવી ટી-શર્ટમાં છુપાવી દીધું હતું.
ગજબની #દાણચોરી! એરપોર્ટ પર 1 કિલો #સોનું ઝડપાયુ, આવી રીતે સંતાડીને #લવાયુ.. જુઓ વિડીયો #Gold #MumbaiAirport #Smuggling #mumbai #Mumbaiairport #newscontinuous pic.twitter.com/GSsfA3AiTu
— news continuous (@NewsContinuous) April 29, 2023
નવા ટી-શર્ટની અંદર, કેટલીક એડહેસિવ સામગ્રી છુપાવીને પેસ્ટ કરવામાં આવી હતી. આ તરકીબ જોઈને કસ્ટમ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીએ મનોજ મોદીને કેમ ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર, જાણો અંદરની વાત