News Continuous Bureau | Mumbai
Cyber Crime : દેશમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો સાથે સાયબર ગુનાખોરો અબજોનું કૌભાંડ કરતા જોવા મળે છે. સાવચેતી અને જાગૃતિનો અભાવ અને ઝડપથી ધનવાન બનવાની ઈચ્છાને કારણે મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. NCRBના રિપોર્ટ અનુસાર, 2022માં દેશમાં સાયબર ક્રાઇમના 65893 કેસ નોંધાયા છે. તો 2021ની સરખામણીમાં 2022માં સાયબર ફ્રોડની ઘટનાઓમાં 25 ટકાનો વધારો થયો છે. આ આંકડાઓ જોતાં મુંબઈમાં સાયબર ક્રાઈમનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મુંબઈ પોલીસની ( Mumbai Police ) સાયબર ક્રાઈમ બ્રાન્ચે, શેરબજારમાં ( Share Market ) રોકાણ પર ઊંચા વળતરનું વચન આપીને વૃદ્ધ ( Senior Citizen ) સાથે રૂ. 1.12 કરોડની છેતરપિંડી કરવા બદલ એક 34 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આરોપીની શુક્રવારે બાંદ્રા ઉપનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તેના 33 બેંક ખાતાઓમાં જમા કરાયેલા 82 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
સારા વળતરની લાલચમાં રોકાણ કર્યું..
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ અનેક બેંક ખાતા ખોલાવ્યા હતા. જેમાંથી ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024 વચ્ચે આરોપીને 1.12 કરોડ રૂપિયા મળ્યા હતા. 68 વર્ષીય ફરિયાદી જે મુંબઈમાં રહે છે, તેણે પોલીસને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં તેને અલગ-અલગ નંબરો પરથી ઘણા વોટ્સએપ મેસેજો આવ્યા હતા. આ સંદેશમાં, શેર ટ્રેડિંગ જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં રોકાણ ( investment ) કરવાની ઈચ્છાને કારણે તેઓ આ ગ્રુપમાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી પક્ષના ઉમેદવાર બનાવ્યા..
જે બાદ આરોપીએ તેમને કહ્યું હતું કે, તેમને તેમના નામનું એક ટ્રેડિંગ ખાતું ખોલાવું પડશે. ઉપરાંત, ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીએ ટ્રેડિંગ ખાતામાં પૈસા જમા કરાવીને સારી આવક મેળવી રહેલા લોકોના મેસેજો પણ દર્શાવ્યા હતા. સારા વળતરની લાલચમાં આવીને વૃદ્ધાએ પણ રોકાણ કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં રુ. 1.12 કરોડનું રોકાણ કર્યું હતું. જે બાદ આરોપી પાસેથી તેમના દ્વારા થયેલા નફાની માંગણી કરી હતી. જો કે, આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે જો તમારે તમારી નફાની રકમ જોઈતી હોય, તો તમારે અગાઉથી ટેક્સ ચૂકવવો પડશે. તે સમયે ફરિયાદીને શંકા ગઈ અને તે તરત જ સાયબર સેલનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના જણાવી હતી.
પીડિતાની ફરિયાદના આધારે, મુંબઈ પોલીસના સાયબર સેલે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 420 (છેતરપિંડી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી, કેસની તપાસ કરતી વખતે, પોલીસે તકનીકી પુરાવાઓની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. તેમજ આરોપીની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.