Site icon News Continuous Bureau | Mumbai

Cyber Fraud in Ghatkopar| સાવધાન માત્ર 12ના ગેસ બિલના નામે ઘાટકોપરના વૃદ્ધે ગુમાવ્યા 19.74 લાખ, જાણો કઈ રીતે થઈ છેતરપિંડી

Cyber Fraud in Ghatkopar| મહાનગર ગેસ લિમિટેડનું બિલ અપડેટ કરવાના બહાને આખું કુટુંબ લૂંટાયું; સાયબર ઠગોએ એક લિંક મોકલી ચાર બેંક ખાતા કર્યા સાફ.

Cyber Fraud in Ghatkopar| સાવધાન માત્ર 12ના ગેસ બિલના નામે ઘાટકોપરના વૃદ્ધે ગુમાવ્યા  19.74 લાખ, જાણો કઈ રીતે થઈ છેતરપિંડી

Cyber Fraud in Ghatkopar| સાવધાન માત્ર 12ના ગેસ બિલના નામે ઘાટકોપરના વૃદ્ધે ગુમાવ્યા 19.74 લાખ, જાણો કઈ રીતે થઈ છેતરપિંડી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cyber Fraud in Ghatkopar| મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત કર્મચારી એક ભયાનક સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) નું બિલ અપડેટ કરવાના નામે આવેલી એક શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું વૃદ્ધને લાખોમાં પડ્યું છે. સાયબર અપરાધીઓએ માત્ર ૧૨ રૂપિયાના બાકી બિલની ચૂકવણી કરવાના બહાને વૃદ્ધ અને તેમના પરિવારના કુલ ચાર બેંક ખાતાઓમાંથી આશરે ૧૯.૭૪ લાખ રૂપિયાની ઉચાપત કરી લીધી છે.

મેસેજમાં ગેસ કનેક્શન કાપવાની આપી ધમકી

આ ઘટનાની શરૂઆત મે મહિનાની શરૂઆતમાં એક મેસેજથી થઈ હતી. ફરિયાદી વૃદ્ધને મોબાઈલ પર મેસેજ મળ્યો હતો કે તેમનું ગેસ બિલ અપડેટ થયું નથી અને જો તાત્કાલિક પેમેન્ટ નહીં કરવામાં આવે તો રાત્રે ૧૦ વાગ્યે કનેક્શન કાપી નાખવામાં આવશે. ગભરાટમાં આવીને વૃદ્ધે મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો, જ્યાં સામેની વ્યક્તિએ ગેસ કંપનીના કર્મચારી હોવાનો ઢોંગ કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા.

એક લિંક અને ચાર બેંક ખાતા સાફ

ઠગ ટોળકીએ વૃદ્ધને કહ્યું કે માત્ર ૧૨ રૂપિયા જેવી નજીવી રકમ બાકી છે, જે ભરવા માટે એક લિંક મોકલી હતી. જેવી વૃદ્ધે લિંક પર ક્લિક કરીને પેમેન્ટની વિગતો નાખી, તેમનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ ગઠિયાઓએ વૃદ્ધના ખાતાની સાથે તેમની પત્ની, ભાઈ અને ભાભીના ખાતાઓ પર પણ કબજો જમાવી દીધો હતો. થોડી જ મિનિટોમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૧૯,૭૪,૨૨૬ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

સાયબર સેલ દ્વારા તપાસ શરૂ

આટલી મોટી રકમની ચોરી થયાની જાણ થતા જ પરિવારે ઈસ્ટ રિજન સાયબર સેલમાં દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અત્યારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે બેંક ખાતાઓમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને બિલની ચૂકવણી હંમેશા અધિકૃત એપ કે વેબસાઈટ પરથી જ કરવી.

👉 આ સમાચાર વાચો:
Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version