Site icon News Continuous Bureau | Mumbai

Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!

Celina Jaitly Divorce। ઓસ્ટ્રેલિયન પતિ પીટર હૉગ સાથે છૂટાછેડાની પ્રક્રિયા વચ્ચે સેલિનાનું દર્દ છલકાયું; બાળકોને મળવા ન દેતા હોવાનો લગાવ્યો આક્ષેપ.

Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!

Celina Jaitly Divorce। સેલિના જેટલીની હૃદયદ્રાવક કહાની દિવંગત પુત્રની કબર પર ધ્રુસકે ને ધ્રુસકે રડી અભિનેત્રી, પતિ પર લગાવ્યા ગંભીર આરોપ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Celina Jaitly Divorce। બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી હાલમાં તેના અંગત જીવનમાં અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેના ઓસ્ટ્રેલિયન પતિ પીટર હૉગ સાથે છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે, તે દરમિયાન સેલિનાએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના દિવંગત પુત્ર શમશેરની કબરની સાફસફાઈ કરતા અને ત્યાં બેસીને રડતી જોવા મળે છે. અભિનેત્રીએ તેના કેપ્શનમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ એક લાચાર માતાની વાર્તા છે.

કોર્ટના આદેશ છતાં બાળકોથી દૂર

સેલિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા લાંબા કેપ્શનમાં આક્ષેપ કર્યો છે કે કોર્ટના આદેશ અને જોઈન્ટ કસ્ટડી હોવા છતાં તેને તેના બાળકોને મળવા દેવામાં આવતા નથી. તે છૂટાછેડાની સુનાવણી માટે ઓસ્ટ્રિયા ગઈ હતી, પરંતુ ત્યાં જજ સમક્ષ કરેલા વાદા છતાં તેના બાળકોને તેની પાસે લાવવાને બદલે કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. સેલિનાએ ભાવુક થઈને કહ્યું કે તે માત્ર તેના દિવંગત પુત્ર શમશેરને જ મળી શકી, જે હવે આ દુનિયામાં નથી.

પતિના કરિયર માટે બધું જ છોડી દીધું

અભિનેત્રીએ પોતાના પતિ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તેણે પીટરના કરિયરને સપોર્ટ કરવા માટે પોતાનો દેશ, માતા-પિતા અને કામ બધું જ છોડી દીધું હતું. તે ભારતથી દુબઈ, સિંગાપોર અને ઓસ્ટ્રિયા ભટકતી રહી. તેણે આરોપ લગાવ્યો કે લગ્ન અને બાળકો પ્રત્યેના સમર્પણના બદલામાં તેને માત્ર અપમાન અને પીડા મળી છે. સેલિનાના મતે, તેની સંપત્તિ પણ ધીરે ધીરે છીનવાઈ રહી છે અને બાળકોને તેના વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે.

ઘરેલું હિંસાના કારણે લીધો છૂટાછેડાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2025 માં સેલિના જેટલીએ ઘરેલું હિંસા અને દુર્વ્યવહારનો હવાલો આપીને મુંબઈની અંધેરી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. સેલિના અને પીટરે 2010 માં લગ્ન કર્યા હતા. તેમને 2012 માં જોડકા પુત્રો થયા હતા અને ત્યારબાદ 2017 માં ફરીથી જોડકા પુત્રોનો જન્મ થયો હતો, જેમાંથી એક પુત્ર શમશેરનું હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું. અત્યારે સેલિના પોતાના બાળકોની કસ્ટડી મેળવવા માટે કાયદાકીય લડત લડી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Malad Real Estate Fraud। મલાડમાં ઘર લેવાનું સપનું ડૉક્ટરને પડ્યું મોંઘું 3BHK ફ્લેટના નામે 65 લાખની છેતરપિંડી, ટ્રસ્ટના નામે ચાલતું હતું કૌભાંડ!

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version