Site icon News Continuous Bureau | Mumbai

Malad Real Estate Fraud। મલાડમાં ઘર લેવાનું સપનું ડૉક્ટરને પડ્યું મોંઘું 3BHK ફ્લેટના નામે 65 લાખની છેતરપિંડી, ટ્રસ્ટના નામે ચાલતું હતું કૌભાંડ!

Malad Real Estate Fraud। સસ્તા દરે આવાસ અપાવવાની લાલચ આપી ડૉક્ટર પાસેથી રોકડા અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ પડાવી; કુરાર પોલીસે આરોપીની ધરપકડ કરી.

Malad Real Estate Fraud। મલાડમાં ઘર લેવાનું સપનું ડૉક્ટરને પડ્યું મોંઘું 3BHK ફ્લેટના નામે  65 લાખની છેતરપિંડી, ટ્રસ્ટના નામે ચાલતું હતું કૌભાંડ!

Malad Real Estate Fraud। મલાડમાં ઘર લેવાનું સપનું ડૉક્ટરને પડ્યું મોંઘું 3BHK ફ્લેટના નામે 65 લાખની છેતરપિંડી, ટ્રસ્ટના નામે ચાલતું હતું કૌભાંડ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Malad Real Estate Fraud। મુંબઈના મલાડ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે સસ્તા દરે ૩BHK ફ્લેટ અપાવવાનું વચન આપી એક ડૉક્ટર પાસેથી ૬૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે કુરાર પોલીસે એક ખાનગી ટ્રસ્ટના પદાધિકારીની ધરપકડ કરી છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર હજુ પોલીસ પકડથી દૂર છે.

ચેરિટેબલ ટ્રસ્ટના નામે જાળ બિછાવી

આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી અને તેનો સાથીદાર ‘મહેન્દ્રા હાઈ-ટેક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ ના પદાધિકારી હોવાનો ડોળ કરતા હતા. તેઓએ કુરાર વિલેજમાં પ્રેક્ટિસ કરતા ૩૩ વર્ષીય ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવવા માટે દાવો કર્યો હતો કે તેમનું ટ્રસ્ટ જરૂરિયાતમંદોને રાહત દરે આવાસની સુવિધા પૂરી પાડે છે. આરોપીઓ ડૉક્ટરનો વિશ્વાસ જીતવા માટે વારંવાર તેમના ક્લિનિકની મુલાકાત લેતા હતા અને ટ્રસ્ટની ખોટી વિગતો રજૂ કરતા હતા.

પોશ ટાવરમાં ફ્લેટ બતાવી વિશ્વાસ જીત્યો

વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ ડૉક્ટરને મલાડના એક પોશ ટાવરના ૩૩મા માળે એક આલીશાન ફ્લેટ બતાવ્યો હતો. સસ્તા દરે આટલો સારો ફ્લેટ મળતો હોવાથી લલચાઈ ગયેલા ડૉક્ટરે ફ્લેટના પેમેન્ટ પેટે ૨૫ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને ૪૦ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૬૫ લાખ રૂપિયા ચૂકવ્યા બાદ જ્યારે રજીસ્ટ્રેશન કરવાની વાત આવી, ત્યારે આરોપીઓએ ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું અને અંતે ડૉક્ટરના ફોન ઉપાડવાનું બંધ કરી ગાયબ થઈ ગયા હતા.

પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ડૉક્ટરે કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ આ જ પદ્ધતિથી અન્ય કેટલા લોકોને છેતર્યા છે. ફરાર થઈ ગયેલા બીજા આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તેને પણ પકડી પાડવાનો દાવો કર્યો છે.

👉 આ સમાચાર વાચો:
Kalbadevi Investment Scam। કાલબાદેવીમાં ‘પૈસા ડબલ’ કરવાની લાલચ આપી નિવૃત્ત એન્જિનિયર સાથે 10 લાખની છેતરપિંડી, 1,842 લોકો શિકાર!

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version