News Continuous Bureau | Mumbai
Cyber Secure: મુંબઈ પોલીસે 2023 ના પ્રથમ 11 મહિનામાં સાયબર ક્રાઈમના ( cyber crime ) 3,883 કેસ નોંધ્યા છે, જેનો અર્થ એ છે કે તે સમયગાળા દરમિયાન દરરોજ 11 કેસ નોંધાઈ રહ્યા છે. એક અહેવાલના જણાવ્યા અનુસાર, પોલીસે ( Mumbai Police ) ફિશિંગ હુમલા, ઓનલાઈન જોબ સ્કેમ, KYC અપડેટ સ્કેમ, OTP છેતરપિંડી અને સેક્સટોર્શન જેવા વિવિધ માધ્યમો દ્વારા સાયબર છેતરપિંડીઓમાં ( cyber frauds ) ખોવાઈ ગયેલા કુલ ₹26.48 કરોડ ધરાવતા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે.
જો કે, આ કેસોમાં ફરિયાદીઓને કુલ કેટલા આશરે પૈસા પરત કરવામાં આવ્યા હતા તેનો ડેટા હાલ ઉપલબ્ધ થયો ન હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે આ કેસોના સંબંધમાં પાંચ સાયબર ક્રાઈમ પોલીસ ( Cyber Crime Police ) સ્ટેશનોમાં 936 લોકોની ધરપકડ કરી હતી.
નવી કાર્યપ્રણાલી દ્વારા પોલીસ કાર્યવાહીમાં ઝડપી કાર્યવાહીને મળી તક..
અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, સાયબર ક્રાઈમની વધતી જતી સમસ્યામઓને અટકાવવા માટે મુંબઈ પોલીસે 17 મે, 2022ના રોજ એક સમર્પિત હેલ્પલાઈન, 1930 શરૂ કરી હતી. તેના પગલે આ કાર્યવાહી વધુ સફળ બની હતી. હેલ્પલાઇનની શરૂઆતથી સાયબર ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવામાં પણ મદદ મળી છે.
આ સમાચાર પણ વાંચો :Mumbai: શહેરમાં પાલિકા દ્વારા બગીચા વધુ વિકસિત બનતા.. વૃક્ષો અને પાર્ક આર્કિટેક્ચર અભ્યાસમાં વિદ્યાર્થીઓનું વધ્યુ આકર્ષણ..
અગાઉ, કેસ નોંધવામાં આવે ત્યારથી તેની તપાસ કરવામાં આવે અને બેંકને કેસની જાણ કરવામાં આવે ત્યાં સુધી સરેરાશ એક સપ્તાહ પસાર થતો હતો. જો કે હવે, આ જ પ્રક્રિયામાં થોડા કલાકો લાગે છે. જેથી ઘણીવાર બેંકો પણ પોલીસને પૈસાના વ્યવહાર પૂર્ણ થતા રોકવામાં મદદ કરે છે, હાલ આવા મામલામાં સાયબર પોલીસ તરત જ સંબંધિત બેંકના નોડલ ઓફિસરનો સંપર્ક કરીને જમા કરેલી રકમને શોધી કાઢવા વિનંતી કરે છે.