ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
વરલીમાં બીડીડી ચાલી ખાતે મંગળવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ સ્ફોટમાં ચાર મહિનાના બાળક સહિત પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. જખમીઓ પર નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ વરલીના ગણપતરાવ જાધવ માર્ગ, BDD ચાલ નંબર 3માં રહેતા આનંદ પુરીના ઘરે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી આખી ચાલમાં ખળભળાટ મચી ગયો હતો. ગેસ સિલિન્ડર ફાટવાના અવાજથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકની આ કેસમાં થઈ ધરપકડ, જામીન પર થયો છૂટકારો; જાણો વિગત
આ ભીષણ ગેસ વિસ્ફોટમાં આનંદ પુરી (27) અને મંગેશ પુરી (4 મહિના) ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિદ્યા પુરી (25) અને વિષ્ણુ પુરી (5) ની હાલત સ્થિર છે.
દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બનાવ બાબતે તપાસ ચાલી રહી છે.