News Continuous Bureau | Mumbai
Dahi Handi 2024: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના અવસર પર મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં મંગળવારે દહીં હાંડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્સવ દરમિયાન ‘ગોવિંદા’ અથવા દહીં હાંડી સહભાગીઓ ઊંચાઈ પર લટકતી ‘દહીં હાંડી’ (દહીંથી ભરેલી મટકી)ને ફોડવા માટે એકની ઉપર એક ચઢીને માનવ પિરામિડ બનાવે છે. શહેરભરમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ, રસ્તાઓ, જંકશન અને જાહેર મેદાનો પર ફૂલોથી શણગારેલી દહીં હાંડી જમીનથી ઘણા ફૂટ ઉપર લટકાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ, થાણેમાં લાખો રૂપિયાના ઈનામોવાળી ઉંચી દહીહંડી બંધાઈ છે.
Dahi Handi 2024:મુંબઈમાં અત્યાર સુધીમાં 41 ગોવિંદા ઘાયલ
મુંબઈમાં અનેક જગ્યાએ દહીં હાંડી ઉજવાઈ રહી છે, તો બીજી તરફ કેટલાક ગોવિંદાઓ જમીન પરથી પડી જવાથી ઘાયલ થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 41 ગોવિંદા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 41 ઘાયલ ગોવિંદાઓમાંથી 8 હોસ્પિટલમાં દાખલ છે, 26 OPDમાં સારવાર હેઠળ છે અને સાત ગોવિંદાઓને જરૂરી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચોઃ  Dahi Handi 2024: ગોવિંદા રે ગોપાલા! આ છે મુંબઈની એવી 5 ચર્ચિત જગ્યા, જ્યાં જન્માષ્ટમીએ ધામધૂમથી ઉજવાય છે દહી હાંડી ઉત્સવ; ચોક્કસ મુલાકાત લો
Dahi Handi 2024: રાજ્ય સરકાર તેમજ મુંબઈની મહાનગરપાલિકાની હોસ્પિટલોને તૈયાર
મહત્વનું છે કે દર વર્ષે દહીં તોડતી વખતે મોટી સંખ્યામાં ગોવિંદાઓ ઘાયલ થાય છે. આ ગોવિંદાઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર તેમજ મુંબઈની મહાનગરપાલિકાની હોસ્પિટલોને તૈયાર રાખવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ઘાયલ ગોવિંદાઓની સંખ્યા 200 પર પહોંચી ગઈ છે. દરમિયાન, મુંબઈમાં આઈડીયલ, જાંબોરી મેદાન, ઘાટકોપર, દાદરમાં આઈસી કોલોનીમાં મોટી દહીંહાંડી જોવા મળી રહી છે. તેમજ આ વર્ષે સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન, મનસેની દહીં હાંડી, ટેંબી નાકા, સ્વામી પ્રતિષ્ઠાન, સંકલ્પ પ્રતિષ્ઠાન દ્વારા પણ હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.