News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની(Mumbai Municipal Elections) પૃષ્ઠભૂમિમાં મુંબઈમાં દહીં હાંડીનું આયોજન(Organization of Dahi Handi) કરવી એ એક પ્રકારનો શક્તિપ્રદર્શન(Power Show) માનવામાં આવે છે. મુંબઈમાં 137 સ્થળોએ ભાજપે(BJP) દહીં હાંડીનું આયોજન કર્યા પછી, શિવસેનાએ(Shivsena) પણ તેના શિવસૈનિકોનું(Shivsainik) મનોબળ વધારવા અને ભાજપને ટક્કર આપવા માટે તેની શાખાઓ બહાર દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક જગ્યાએ તો ભાજપ અને શિવસેનાની દહીહાંડી સામ-સામે થઈ ગઈ હોવાના બનાવ પણ બન્યા હતા.
મુંબઈમાં દહીહાંડીનો તહેવાર બહુ જલ્લોષ સાથે ઉજવવામાં આવે છે. અગાઉ નોટબંધીને કારણે દહીં હાંડીનું પ્રમાણ ઘટ્યું હતું. તો બે વર્ષ સુધી કોવિડ પ્રતિબંધોને(covid restrictions) કારણે હાંડીનું આયોજન થઈ શક્યું નહોતું. પરંતુ આ વર્ષે ઊજવણીને આડે રહેલા તમામ પ્રતિબંધો હટાવી દેવામા આવતા ગોવિંદાઓ(Govindas) મોટી સંખ્યામાં મટકી ફોડવા નીકળી પડ્યા હતા.
તેમાં પાછુ આ વર્ષે મુંબઈ જ નહીં પણ રાજ્યમાં પણ નગરપાલિકા સહિત અનેક ચૂંટણીઓ યોજવાની છે. તેથી તેની પૃષ્ઠભૂમિમાં, ભાજપ, શિવસેના, MNS અને અન્ય પક્ષોએ દહીં હાંડીનું આયોજન કર્યું હતું. ભાજપે મુંબઈભરમાં દહીં હાંડીઓનું આયોજન કર્યા પછી, શિવસેનાએ પણ દરેક શાખા વતી હાંડીનું આયોજન કરીને શિવસૈનિકોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બેસ્ટની બસમાં સફર કરનારાઓ માટે સારા સમાચાર – હવે આ કેટેગરીના લોકોને પ્રવાસમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે
મુંબઈમાં શિવસેનાના કેટલાક ભૂતપૂર્વ કોર્પોરેટરો(Former corporators), ધારાસભ્યો(MLA) અને પદાધિકારીઓએ શાખાઓ વતી દહીંહાંડીઓનું આયોજન કર્યું હતું અને શાખાઓ અથવા ભીડવાળા સ્થળોની સામે દહીહાંડી બાંધવામાં આવી હતી. પરંતુ જે શાખાઓ સામે શિવસેનાએ દહીહાંડી બાંધી નહોતી ત્યાં ભાજપે હાંડી બાંધી હતી.
દાદરમાં(Dadar) વોર્ડ 192ના પૂર્વ કોર્પોરેટરો પ્રીતિ પાટણકર અને પ્રકાશ પાટણકરે(Preeti Patankar and Prakash Patankar) નક્ષત્ર મોલની(Nakshatra Mall) સામે હાંડીઓનું આયોજન કર્યું હતું અને સમગ્ર વિસ્તારને ભગવો ફેરવીને શિવસેનાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પાટણકર નક્ષત્ર મોલની સામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ(Vice President of Yuva Morcha) વિક્રાંત આચરેકરે (Vikrant Acharekar) દાદરમાં ગોખલે રોડ(Gokhale Road) ઉત્તરમાં અનુગ્રહ હોટલની સામે શિવસેના શાખાની સામે હાંડીનું આયોજન કર્યું હતું. એક રીતે ભાજપે હાંડી બનાવીને શિવસેનાની શાખાને પડકાર ફેંક્યો હતો. ખાસ કરીને જે જગ્યાએ ભાજપે હાંડીનું આયોજન કર્યું હતું, ત્યાં શિંદે જૂથના શિવસેના ધારાસભ્ય સદા સરવણકરનું કાર્યાલય છે. તેથી ભાજપે હાંડી દ્વારા સત્તા બતાવીને શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથની શિવસેના શાખાઓ સામે એક પ્રકારનો પડકાર ઉભો કર્યો હોવાનું જોવા મળ્યું હતું.