Site icon News Continuous Bureau | Mumbai

Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ

Dahi Handi Traffic Crackdown Mumbai ઉત્સવના માહોલમાં નિયમભંગ કરનારા સામે તંત્ર લાલઘૂમ, હાઈટેક CCTV કેમેરા અને ઓનગ્રાઉન્ડ ટીમો દ્વારા બેફામ ડ્રાઈવિંગ પર તવાઈ

Dahi Handi Traffic Crackdown Mumbai  એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ

Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ

News Continuous Bureau | Mumbai

Dahi Handi Traffic Crackdown Mumbai મુંબઈમાં દહી હાંડી પર્વ દરમિયાન જ્યાં એક તરફ ગોવિંદા પથકો ઉત્સાહપૂર્વક હાંડીઓ ફોડવામાં વ્યસ્ત હતા, ત્યારે બીજી તરફ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા બેફામ વાહનચાલકો સામે મુંબઈ ટ્રાફિક પોલીસે કડક સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. તહેવારના દિવસે ટ્રાફિક વિભાગ દ્વારા સમગ્ર મહાનગરમાં કડક કાર્યવાહી કરતાં કુલ ૧૮,૮૧૮ ઈચલાન ફટકારવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત નિયમભંગ કરનારા બેજવાબદાર વાહનચાલકો પર આશરે ₹૧.૯૨ કરોડ જેટલો માતબર દંડ લાદવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

Dahi Handi Traffic Crackdown Mumbai – સીસીટીવી નેટવર્ક અને કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર

ટ્રાફિક પોલીસે આ વખતે માત્ર રસ્તાઓ પર તહેનાત સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે શહેરભરમાં સ્થાપિત સીસીટીવી (CCTV) કેમેરા નેટવર્કનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસના સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી શહેરના મુખ્ય રસ્તાઓ, ફ્લાયઓવર્સ અને જંક્શન્સ પર બાજ નજર રાખવામાં આવી હતી. જે વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા, તેમના વાહનોના રજિસ્ટ્રેશન નંબર ટ્રેક કરીને સીધા તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર ઈ-ચલાન મોકલવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરાઈ હતી.

Dahi Handi Traffic Crackdown Mumbai – ત્રણ સવારી, ઓવરસ્પીડિંગ અને હેલ્મેટ વગરના ચાલકો સામે કાર્યવાહી

દહીહાંડીના દિવસે યુવાનો મોટા પાયે બાઇક પર જોખમી સ્ટંટ કરતા અને ટ્રાફિક કાયદાનો ભંગ કરતા જોવા મળતા હોય છે. પોલીસે આ વખતે બેફામ સ્પીડે વાહન ચલાવવા, હેલ્મેટ વગર બાઇક સવારી કરવા, ટુ-વ્હીલર પર ત્રણ સવારી બેસાડવા (ટ્રિપલ સીટિંગ), રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ નો-એન્ટ્રી અને વન-વેમાં વાહનો ઘૂસાડવા બદલ મોટા પાયે કાર્યવાહી કરી હતી. આ પ્રકારના જોખમી ઉલ્લંઘનો સામે સ્થળ પર તેમજ કેમેરા ડિટેક્શન મારફતે તુરંત દંડ ફટકારવામાં આવ્યો હતો.

Dahi Handi Traffic Crackdown Mumbai – રોડ પર ગેરકાયદે પાર્કિંગ સામે સૌથી વધુ ૩,૭૨૭ ચલાન

ઉત્સવ દરમિયાન શહેરમાં અંધાધૂંધી અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રાફિક વિભાગે રસ્તાઓ પર અવરોધરૂપ પાર્કિંગ સામે સૌથી આકરું વલણ અપનાવ્યું હતું. આ ઝુંબેશમાં સૌથી વધુ ૩,૭૨૭ ઈ-ચલાન મુખ્ય માર્ગો અને સાંકડી ગલીઓમાં વાહનો પાર્ક કરીને વાહનવ્યવહાર ખોરવનારા ચાલકો વિરુદ્ધ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારોના આનંદ વચ્ચે અન્ય નાગરિકોની સલામતી જોખમાય કે ટ્રાફિક નિયમોનો ભંગ થાય તે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

👉 આ સમાચાર વાચો:
Fake Income Tax Raid Andheri બોલિવૂડ ફિલ્મ જોઈ બન્યા નકલી ઈન્કમટેક્સ અધિકારી! મુંબઈના વેપારીને લૂંટવાનો પ્લાન ઊંધો પડ્યો, 6 ગઠિયા જેલભેગા

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version