Site icon News Continuous Bureau | Mumbai

Fake Income Tax Raid Andheri બોલિવૂડ ફિલ્મ જોઈ બન્યા નકલી ઈન્કમટેક્સ અધિકારી! મુંબઈના વેપારીને લૂંટવાનો પ્લાન ઊંધો પડ્યો, 6 ગઠિયા જેલભેગા

Fake Income Tax Raid Andheri અંધેરી પૂર્વમાં મેડિકલ ઇક્વિપમેન્ટ વેપારીની ઓફિસ પર બોગસ દરોડો, નકલી સર્ચ વોરંટ બતાવી દંપતીને બંધક બનાવી દહેશત ફેલાવી

Fake Income Tax Raid Andheri  બોલિવૂડ ફિલ્મ જોઈ બન્યા નકલી ઈન્કમટેક્સ અધિકારી! મુંબઈના વેપારીને લૂંટવાનો પ્લાન ઊંધો પડ્યો, 6 ગઠિયા જેલભેગા

Fake Income Tax Raid Andheri બોલિવૂડ ફિલ્મ જોઈ બન્યા નકલી ઈન્કમટેક્સ અધિકારી! મુંબઈના વેપારીને લૂંટવાનો પ્લાન ઊંધો પડ્યો, 6 ગઠિયા જેલભેગા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Fake Income Tax Raid Andheri બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ ૨૬’ ની તર્જ પર મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારમાં આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીઓ બનીને એક મેડિકલ ઇક્વિપમેન્ટ વેપારીની ઓફિસ પર બોગસ દરોડો પાડવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વેપારી અને તેમના પત્નીને બંધક બનાવીને કેસ રફેદફે કરવાના નામે ₹૧ કરોડની માતબર ખંડણી માંગનારી આ શાતિર ટોળકીનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનાહિત કાવતરામાં સંડોવાયેલી ત્રણ મહિલાઓ સહિત કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય ત્રણ સાગરીતોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Fake Income Tax Raid Andheri – સીસીટીવી બંધ કરી સ્ટાફના મોબાઈલ જપ્ત કર્યા

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ પૂરા આયોજન સાથે અંધેરી પૂર્વમાં આવેલી વેપારીની ઓફિસમાં ધસી આવ્યા હતા. પોતાને આવકવેરા વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવીને તેમણે ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓના મોબાઇલ ફોન તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. કોઈ પુરાવો ન રહે તે માટે આરોપીઓએ ઓફિસના સીસીટીવી (CCTV) કેમેરાની સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી. ત્યારબાદ એક ટીમ વેપારી અને તેમના પત્નીના ઘરે પહોંચી હતી અને બંનેને બળજબરીથી અટકાયતમાં લઈને ઓફિસે લઈ આવી હતી.

Fake Income Tax Raid Andheri – ₹૧.૪૪ કરોડના દંડની બીક બતાવી ₹૧ કરોડની ખંડણી માંગી

ઓફિસમાં દંપતીને બંધક બનાવ્યા બાદ આરોપીઓએ નકલી સર્ચ વોરંટ બતાવ્યું હતું. તેમણે હિસાબી ચોપડાઓ તપાસવાનો ડોળ કરીને વેપારી પર મોટા પાયે બિનહિસાબી રોકડ વ્યવહારો કરવાનો આરોપ મૂક્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે જો આ મામલો સત્તાવાર રીતે આગળ વધશે તો ₹૧.૪૪ કરોડનો આકરો દંડ થશે અને જેલવાસ ભોગવવો પડશે. આ કેસ થાળે પાડવા માટે તેમણે સ્થળ પર જ ₹૧ કરોડની રોકડ રકમની માંગણી કરી હતી. આશરે ત્રણ કલાક સુધી માનસિક ત્રાસ અને દહેશતનો માહોલ ઊભો કર્યા બાદ આરોપીઓ પછીથી નાણાં લેવાની વાત કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Fake Income Tax Raid Andheri – CA સાથે ખરાઈ કરતાં ભાંડો ફૂટ્યો; BNS હેઠળ ૬ આરોપી જેલભેગા

આરોપીઓ ગયા બાદ વેપારીએ શંકા જતાં તાત્કાલિક પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને આવકવેરા વિભાગના સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તપાસ કરતાં સ્પષ્ટ થયું કે વિભાગ દ્વારા આવો કોઈ દરોડો પાડવામાં આવ્યો જ નહોતો. ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ અપહરણ, ખંડણી, સરકારી અધિકારીનો ઢોંગ અને ગુનાહિત કાવતરા સહિતની ગંભીર કલમો નોંધી ગણતરીના કલાકોમાં ૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી ત્રણ સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

👉 આ સમાચાર વાચો:
GST Case Fraud Bandra GST કેસ પતાવવાના નામે ઉદ્યોગપતિ સાથે ₹૮ કરોડની છેતરપિંડી સરકારી સંપર્કોનો દાવો કરી પડાવ્યા ₹૭.૯૯ કરોડ…

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version