News Continuous Bureau | Mumbai
દહીસર(Dahisar)માં ચેન સ્નેચિંગ(Chain snatching)ખાસ કરીને રસ્તે ચાલતા સિનિયર સિટઝનો(senior citizen)ની ચેન ખેંચી જવાના તથા ઘરફોડીના બનાવ વધી ગયા હતા. ત્યારે દહિસર પોલીસ(Dahisar Police)ને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસના જણાવ્યાં મુજબ 10 મેના દહીસર (પૂર્વ)માં ઘરતન પાડામાં બન્યો હતો જ્યારે આરોપીએ રસ્તો કયા હોવાનું પૂછવાને બહાને ઘરની બહાર ઊભા રહેલા 75 વર્ષીય સિનિયર સિટિઝન મહિલા ઉર્મિલા રાણે(Urmila Rane)ની સોનાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યો હતો. તેમની ફરિયાદ બાદ, દહિસર પોલીસે(Dahisar Police) તપાસ શરૂ કરી અને ઉર્મિલા રાણેના ઘર પાસેના સીસીટીવી ફૂટેજ(CCTV footage) ચેક કર્યા.
આસામમાં પૂરનો કહેર, 20 જિલ્લામાં પૂરની સ્થિતિ, આટલા લોકો થયા પ્રભાવિત.. જાણો વિગતે
ઝોન-12ના ડેપ્યુટી પોલીસ કમિશનર સોમનાથ ધાર્ગે(Somnath Dharge, Deputy Commissioner of Police, Zone-12)ના માર્ગદર્શનમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. દહિસર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર ઓમ તોટાવારના જણાવ્યા મુજબ સિનિયર સિટિઝન મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં કરવામાં આવેલા વર્ણન મુજબ, આરોપીએ કાળો શર્ટ અને કાળો પેન્ટ પહેર્યો હતો અને તેણે સફેદ માસ્કથી ચહેરો ઢાંક્યો હતો. પોલીસ અધિકારી તોટાવારના કહેવા મુજબ તેઓની ટીમે દહિસર ચેક નાકા સુધીના 35 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.
તેમાં દહિસર ટોલનાકા(Dahisar Tolnaka), મીરા રોડMeera Road), વાલીવ ફાટા પાસે ખાનગી સીસીટીવીના ફૂટેજમાં આરોપી નાલા સોપારા (Nalasopara) દિશામાં ગયો હોવાનું જણાયું હતું. સીસીટીવી મદદથી ગુનાના 48 કલાકની અંદર નાલાસોપારાના ધનિવ બાગમાં રહેતા આરોપીને શોધી કાઢીને તેને પકડી પાડ્યો હતો. તેણે ચોરેલી સંપત્તિ પાછી મેળવી લીધી હતી. આરોપી 32 વર્ષીય સંદીપ ધનબાર વિરુદ્ધ વિરાર, જોગેશ્ર્વરી, અકોલા,વસઈમાં અનેક કેસ નોંધાયેલા છે.