News Continuous Bureau | Mumbai
Falguni Pathak : ‘દાંડિયા ક્વીન’ (Dandiya Queen)ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં(Borivali) ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં(Navratri) ગરબાની રમઝટ બોલાવશે. લોક લાગણીને માન આપીને ફરી એકવાર ફાલ્ગુની પાઠક ગુજરાતી બહુમતી ધરાવતા ‘બોરીવલી’ વિસ્તારમાં તેના ગીતોના અને ગાયકીના જાદુથી લોકોને મંત્રમુગ્ધ કરશે. વર્ષ 2016થી સતત ફાલ્ગુની બોરીવલીના નવરાત્રિ કાર્યક્રમોમાં ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરતી આવી છે. બોરીવલી ખાતે આવેલા સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે દાંડિયા ક્વીનની નવરાત્રી થશે.
બોરીવલીમાં શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં(press conference) ફાલ્ગુની પાઠકે પત્રકારોને જણાવ્યું હતું કે ગરબા રસિકો માટે ગત વર્ષે અમે નવું ગીત પ્રસ્તુત કર્યું હતું. આ વર્ષે મંચ પરથી શું નવું કરશું તે હાલ સસ્પેન્સ રાખવા માંગીએ છીએ, પણ એક વાત પાકી છે કે ગરબે ઘૂમનાર ખેલૈયાઓને જલસો પડશે. આ પ્રસંગે હું વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવમાં તમામ ગુજરાતીઓનું સ્વાગત કરું છું.
આ પત્રકાર પરિષદમાં હાજર ઉત્તર મુંબઈના સંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ઉત્તર મુંબઈનું સૌભાગ્ય છે કે બોરીવલીમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સતત છઠ્ઠી વખત પરફોર્મ કરી રહી છે. આજના બદલાતા સમયમાં જ્યારે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ સુદ્ધા વહેલામાં વહેલી તકે બદલી નાખે છે ત્યારે ફાલ્ગુની પાઠકનો ક્રેઝ હજી લોકોના દિલ અને દિમાગ પર છવાયેલો છે. આ એ વાત સાબિતી આપે છે અહીંની નવરાત્રીમાં સંગીત સાથે ધર્મનો સમન્વય અને શુભ મિલન છે.
આ પ્રસંગે શ્રી ગોપાલ શેટ્ટીએ સરકારને વર્તમાન વર્ષમાં નવરાત્રિ ઉત્સવ 4 દિવસ મધ્યરાત્રિ સુધી યોજવા દેવાની છૂટ આપવા વિનંતી કરી છે.
આ નવરાત્રી ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપનીના ડાયરેક્ટર સંતોષ સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કોઈપણ આયોજન એક જ આર્ટિસ્ટ અને એક જ આયોજક સાથે માત્ર અને માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં લોક સહભાગ હોય. અમને વિશ્વાસ છે કે ગત પાંચ વર્ષથી લોકોનો જે પ્રેમ મળ્યો છે તે આ વર્ષે પણ મળશે. ચાલુ વર્ષે અમે ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવાનો સંકલ્પ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈમાં કમલનયન બજાજ હોલ અને આર્ટ ગેલેરી ખાતે 5-દિવસીય પ્રદર્શન