News Continuous Bureau | Mumbai
Dating App Fraud:છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટિંગ એપ્સ નો ટ્રેન્ડ વધ્યો છે. હજારો લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, ડેટિંગ સાઇટ્સ પરથી છેતરપિંડીના મામલા પણ વધ્યા છે. અત્યાર સુધી, ડેટિંગ એપ્સ પર યુવાનો દ્વારા છોકરીઓ અને મહિલાઓને છેતરપિંડી અથવા જાતીય શોષણ કરવાના અહેવાલો હતા, પરંતુ સુંદર મહિલાએ યુવાનો સાથે ફ્રોડ કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. મુંબઈના બોરીવલીમાં અહીં એક યુવક સાથે ઓનલાઈન ડેટિંગ એપના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી હતી.
Dating App Fraud:બોરીવલીની ઘટનાએ સત્યનો પર્દાફાશ કર્યો!
પ્રાપ્ત માહિતી અનુસાર, 26 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર 22 વર્ષની એક સુંદર યુવતી સાથે મિત્રતા કરી હતી. થોડા દિવસો પછી, બંનેએ એકબીજાના મોબાઇલ નંબર શેર કર્યા. મોબાઇલ પર વાતચીત દરમિયાન, સુંદર મહિલાએ તે યુવાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, જેના માટે તે યુવક પણ સંમત થયો. યુવતી એ તેને બોરીવલી પૂર્વની એક પ્રખ્યાત હોટલમાં મળવાનું કહ્યું. બીજા દિવસે જ્યારે યુવક સાંજે 6 વાગ્યે હોટલ પહોંચ્યો, તો જુએ છે કે યુવતી પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. બંને મળ્યા પછી, દારૂ અને કેટલીક ખાવાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો. થોડા કલાકો વિતાવ્યા પછી, જ્યારે બિલ આવ્યું, ત્યારે યુવક ચોંકી ગયો. કંર કે બિલ 30 હજાર રૂપિયા આવ્યું હતું. બિલ અંગે યુવક અને હોટલ મેનેજર વચ્ચે લાંબી દલીલ થઈ. આખરે, સુંદર યુવતીએ યુવાનને લડાઈ ન કરવાનું કહે છે. અમે બંને અડધા અડધા રૂપિયા એટલે કે 50 -50 માં વીલ ચૂકવી દઈએ. યુવતીની વાત સાંભળ્યા બાદ, ફરિયાદી સંમત થાય છે અને 15,000 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરે છે.
Dating App Fraud: આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો
બીજી તરફ, યુવતી એ પણ 15 હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું. શંકા જતાં, યુવકે કહ્યું કે તે યુવતીનો મોબાઈલ ફોન ચેક કરવા કહ્યું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ અને તેને ડરાવવા અને ધમકાવવા લાગી. યુવતીની હરકતો જોઈને ફરિયાદીનો શંકા વધુ ઘેરો બન્યો અને તેણે તાત્કાલિક પોલીસને બોલાવી. જ્યારે પોલીસે યુવતીની પેમેન્ટ હિસ્ટ્રી તપાસી ત્યારે જાણવા મળ્યું કે તેણીએ હોટલને નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિગત નંબર પર પેમેન્ટ કર્યું હતું. જ્યારે MHB પોલીસે વધુ તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે મહિલાએ આવી જ રીતે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Raj–Uddhav Thackeray Vijay Sabha :ઠાકરે બ્રધર્સ 20 વર્ષ પછી એક મંચ પર, રાજ ઠાકરે એ કહ્યું- ‘બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું!’
Dating App Fraud: હોટલ સ્ટાફ પણ શંકાના દાયરામાં
પોલીસનું માનવું છે કે હોટલ સ્ટાફ પણ આવી છેતરપિંડીમાં સામેલ હોઈ શકે છે કારણ કે તે યુવાનોને તે જ હોટલમાં બોલાવીને છેતરતી હતી. MHB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય આધાવે જણાવ્યું કે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી કરી અને યુવતીને કસ્ટડીમાં લીધી. પોલીસને શંકા છે કે યુવતીએ આ પહેલા પણ ઘણા યુવાનોને 50-50 ના નામે છેતર્યા હશે. પોલીસ હવે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે.