ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર
દેશના અન્ય રાજ્યોની જેમ મુંબઈમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફૂંકાવાની સાથે સામાન્ય તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં હજી પણ ચાર દિવસ તાપણાં કરવા જેવી ઠંડી રહેવાની છે તો સ્વેટર બહાર કાઢીને જ રાખજો.
સોમવારે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હતું.
મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
