ઉનાળામાં પણ જોવા મળશે ચોમાસાનો માહોલ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં આગામી 48 કલાક કમોસમી વરસાદનો વર્તારો: IMDએ જારી કર્યું આ ઍલર્ટ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau Mumbai 

સખત તાપથી મુંબઈગરા પરેશાન છે ત્યારે ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. 

હવામાન વિભાગે મહારષ્ટ્રમાં આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતી કાલે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

મધ્ય મહારાષ્ટ્રના આકાશમાં હવાનું હળવું દબાણ સર્જાયા બાદ વરસાદનું વાતાવરણ ઊભું થવાથી રાજ્યના ૧૮ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 

ખાસ કરીને કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મધ્યમથી પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે એટલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More