News Continuous Bureau | Mumbai
ગત છઠ્ઠી જૂને મુંબઈના પોલીસ (Mumbai police commissoner)કમિશનર સંજય પાંડે(Sanjay Pandey)એ એક કાર્યાલય આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ(Mumbai police)ની હદમાં આવતા એકેય પોલીસ સ્ટેશને વિનયભંગ કે પછી બાળ ઉત્પીડન (molestation)ની ફરિયાદ સીધેસીધી ન લખવી. પોતાના આદેશમાં કમિશનરે જણાવ્યું છે કે એવું નોંધવામાં આવ્યું છે કે મુંબઈ શહેરમાં વ્યક્તિગત કારણો તેમજ અંદરોઅંદર ના ઝગડા પતાવવા માટે કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરતાં અનેક લોકો આવા પ્રકારની બનાવટી ફરિયાદ કરે છે. તેમજ આવી ફરિયાદ થઇ ગયા બાદ પોલીસ વિભાગે આરોપીની ધરપકડ કરવી પડે છે અને જ્યાં સુધી આરોપ ખોટો સાબિત ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ જેલમાં રહે છે.

પોતાના આદેશમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આજ પછી આવા પ્રકારના કોઈ પણ કેસ રજીસ્ટર કરતા પહેલા DCPની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.