Site icon

મુંબઈના પોલીસ સ્ટેશનમાં હવે વિનયભંગ કે પછી બાળ ઉત્પીડનની ફરિયાદ સીધેસીધી નહી લખાય- DCP ની પરવાનગી જરૂરી- જાણો મુંબઈ પોલીસ કમિશનર ના નવા ઓર્ડર વિશે

News Continuous Bureau | Mumbai 

ગત છઠ્ઠી જૂને મુંબઈના પોલીસ (Mumbai police commissoner)કમિશનર સંજય પાંડે(Sanjay Pandey)એ એક કાર્યાલય આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ(Mumbai police)ની હદમાં આવતા એકેય પોલીસ સ્ટેશને વિનયભંગ કે પછી બાળ ઉત્પીડન (molestation)ની ફરિયાદ સીધેસીધી ન લખવી. પોતાના આદેશમાં કમિશનરે જણાવ્યું છે કે એવું નોંધવામાં આવ્યું છે કે મુંબઈ શહેરમાં વ્યક્તિગત કારણો તેમજ અંદરોઅંદર ના ઝગડા પતાવવા માટે કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરતાં અનેક લોકો આવા પ્રકારની બનાવટી ફરિયાદ કરે છે. તેમજ આવી ફરિયાદ થઇ ગયા બાદ પોલીસ વિભાગે આરોપીની ધરપકડ કરવી પડે છે અને જ્યાં સુધી આરોપ ખોટો સાબિત ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ જેલમાં રહે છે. 

Join Our WhatsApp Community

પોતાના આદેશમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આજ પછી આવા પ્રકારના કોઈ પણ કેસ રજીસ્ટર કરતા પહેલા DCPની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.  તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : એક અઠવાડિયા પહેલા બાંદરા-વરલી સી લિંક પર થયેલા અકસ્માતનો વિડીયો હવે સામે આવ્યો- પક્ષી બચાવવા જતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો- જુઓ વિડિયો

Mumbai Local 15 Coach Train Update: મુંબઈગરાઓને પશ્ચિમ રેલ્વેની ‘ગુડી પડવા’ ગિફ્ટ: વિરાર-ચર્ચગેટ વચ્ચે ૧૫ ડબ્બાની લોકલના ફેરા વધશે, હવે મુસાફરી થશે વધુ આરામદાયક
LPG Cylinder New Rules: ગેસ એજન્સીઓ માટે કલેક્ટરનો નવો ફતવો, બુકિંગ અને ડિલિવરીમાં થશે મોટા ફેરફાર; જાણો ‘૨૫ દિવસ’ના નિયમની પૂરી વિગત
Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં આકાશી આફત: ૨૨ જિલ્લામાં કરા અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર.
Fake Police Robbery Powai: મુંબઈમાં ‘નકલી પોલીસ’નો ખતરનાક ખેલ: ફોન પર ‘ACP’ સાથે વાત કરવાનું નાટક કરી ₹૬.૫ લાખના ડોલર લૂંટી લીધા
Exit mobile version