ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિને જ લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ રાજ્ય સરકારે આપી છે, ત્યારે સરકારના નિર્ણયને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારનો આ નિયમ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની ગાઇડલાઇનથી વિરુદ્ધ હોવાના દાવા સાથે યોગેશ ટેન્ગ્રા નામના મેડિકલ કન્સલ્ટન્ટે હાઈ કોર્ટમાં આ પિટિશન કરી છે. વેક્સિન લીધેલી અને વેક્સિન નહીં લેનારી વ્યક્તિ વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં, કારણકે બંને કોરોના સ્પ્રેડર બની શકે છે એવો દાવો પણ અરજીમાં કરવામાં આવ્યો છે. તેમણે આવી ગાઇડલાઇન બહાર પાડનારા વિરુદ્ધ પગલાં લેવાની વિનંતી પણ કેન્દ્ર સરકારને કરી છે.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના આટલા બાળકો મળ્યા કોરોના સંક્રમિત; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનના દરવાજા બંધ હતા. છેવટે મહારાષ્ટ્ર સરકારે 15મી ઑગસ્ટ, 2021થી વેક્સિનના બંને ડોઝ લીધા પછી 14 દિવસ બાદ સંબંધિત વ્યક્તિને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપી હતી.