News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના (Union Minister Narayana Rane) આધિશ બંગલાના (Adish Bungalow) અનધિકૃત બાંધકામને (Unauthorized construction) તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) મુંબઈમાં તેમના અધીશ બંગલાના અનધિકૃત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે રાણે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ગયા હતા. સુપ્રીમ કોર્ટે રાણેની અરજી ફગાવી દીધા બાદ આધિશ બંગલાને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે રાણેએ પોતે જ આ અનધિકૃત બાંધકામ હટાવવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા (BJP leader) નારાયણ રાણેના આધિશ બંગલાના ગેરકાયદે બાંધકામના કેસની સુનાવણી 26 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. નારાયણ રાણેએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન મારફત આધિશ બંગલામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જોકે, કોર્ટે રાણેની અરજી ફગાવી દીધી હતી અને ત્રણ મહિનામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આથી હવે રાણેએ આધિશ બંગલાને તોડી પાડવાનું કામ જાતે જ શરૂ કરી દીધું છે. આગામી આઠથી દસ દિવસમાં આ અનઅધિકૃત બાંધકામ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. બંગલાના અનધિકૃત ભાગને દૂર કરીને નકશા મુજબ બાંધકામ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 15 દિવસની અંદર જુહુમાં તેમના આધિશ બંગલામાં અનધિકૃત બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. આ નોટિસ સામે નારાયણ રાણેએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. જે બાદ રાણે સીધા સુપ્રીમ કોર્ટમાં દોડી ગયા હતા અને SFI વધારવાની માંગ કરી હતી. જોકે કોર્ટે ‘ન્યાય બધા માટે સમાન છે. જો તમને ઘરની SFI વધારવાની મંજૂરી આપવામાં આવે તો મુંબઈમાંથી આવી કેટલી અરજીઓ આવશે અને જો આવી પરવાનગી આપવામાં આવશે તો મુંબઈમાં કેટલા અનધિકૃત બાંધકામો અધિકૃત થશે. આમ કહીને રાણેની અરજી ફગાવી દીધી હતી.