Site icon

Borivali Skywalk : બોરિવલીના સ્કાયવોકના સમારકામ માટે આટલા કરોડને મંજુરી આપવા છતાં, કોન્ટ્રાકટરનું બ્રિજના કામ તરફ દુર્લક્ષ..

Borivali Skywalk : મુંબઈના ફ્લાયઓવર, કેનાલ બ્રિજ, વાહનોના સબવે, સ્કાયવે, રાહદારી બ્રિજ તેમજ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસવે પરના ફ્લાયઓવર MMRDA દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે અને તે મુજબ આ પુલોનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. ટેક્નિકલ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ બોરીવલી વિભાગમાં લગભગ 20 બ્રિજ પર નાના રિપેરનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Despite sanctioning so many crores for repairs to Borivali's skywalk, contractor neglects bridge work

Despite sanctioning so many crores for repairs to Borivali's skywalk, contractor neglects bridge work

 News Continuous Bureau | Mumbai

Borivali Skywalk : બોરીવલી વેસ્ટમાં સ્કાયવોક પરના દરેક સીડી પરની લાદીઓ ઉખડી જવાને કારણે રાહદારીઓ પડી જવાની ભીતિ હોવા છતાં બ્રિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં ( Borivali  ) બોરીવલી વિસ્તારમાં આ સ્કાયવોક ( Skywalk ) સહિત રાહદારી પુલની જાળવણી અને સમારકામ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હતી. બોરીવલીના આ સ્કાયવોકના સમારકામ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકાના બ્રિજ વિભાગ તેમની પાસેથી કામ કરાવી રહ્યા નથી. આવા સંજોગોમાં પ્રશ્ન એ થાય છે કે બ્રિજ વિભાગના આદેશ છતાં કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે નહીં?

Join Our WhatsApp Community

મુંબઈના ફ્લાયઓવર, કેનાલ બ્રિજ, વાહનોના સબવે, સ્કાયવે, રાહદારી બ્રિજ તેમજ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસવે પરના ફ્લાયઓવર MMRDA દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે અને તે મુજબ આ પુલોનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. ટેક્નિકલ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે ( Skywalk Reconstruction ) મુજબ બોરીવલી વિભાગમાં લગભગ 20 બ્રિજ પર નાના રિપેરનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્વે અનુસાર, મહાપાલિકા દ્વારા નિયુક્ત ટેકનિકલ કન્સલ્ટન્ટ એસસીજી કન્સલ્ટન્સીએ બોરીવલી સ્કાયવોક અને રાહદારી બ્રિજ સહિત કુલ 20 બ્રિજનું સમારકામ કરવાનું નક્કી કર્યું હતું. આ પુલોના નાના-મોટા સમારકામ માટે વિવિધ વેરા સહિત રૂ. 13 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ પુલોના સમારકામ માટે  કોન્ટ્રકટરની ( contractor ) પસંદગી પણ કરવામાં આવી હતી.

આ સમાચાર  પણ વાંચો :  Chenab Rail Bridge: એફિલ ટાવરથી પણ ઉંચો, ભૂકંપમાં પણ બિનઅસરકારક, ભારતમાં બન્યો વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ..જાણો ચિનાબ બ્રિજની ખાસિયત…

Borivali Skywalk : 20 પુલોના નાના સમારકામ માટે કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં આવી છતાં સમારકામ નથી થતું..

આમાં બોરીવલી વેસ્ટ સ્કાયવોક, ફેક્ટરી લેન એટલે કે ડીજી પાલકર, પવનધામ મંદિર, દૌલત નગર સિમેન્ટરી, ગોરાઈ પમ્પિંગ, ઈન્દ્રાયાણી નાળા (સુમિત બિલ્ડીંગ), શિવસૃષ્ટિ, મેટ્રો પાસે એકસર નાલા, દરગા પાસે એકસર નાલા, સાઈબાબા નગર, બોરીવલી, એસવી રોડ (પીએસ) બોરભાટ પાડા, એકસર રોડ કબ્રસ્તાન, ગોરાઈ નાળા, મૂળજી નગર, સાવરકર ગેટ નંબર 3, કસ્તુર પાર્ક, આનંદીબાઈ કાલે, મ્હાડા કોલોની ચીકુવાડી, સુયોગ બિલ્ડીંગ વગેરે ખાતે રાહદારી પુલ સહિત 20 પુલોના નાના સમારકામ માટે કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં આવી છે. જેમાં બોરીવલી સ્કાયવોકની સીડીઓ હાલ જર્જરિત થઈ ગઈ છે, તેમ છતાં તેનું સમારકામ હજુ પણ આવ્યું નથી. આથી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવા છતાં વહીવટી તંત્ર સબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે, જ્યારે આ જર્જરીત સીડીઓ પરનું સમારકામ શક્ય છે.

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version