News Continuous Bureau | Mumbai
Dharavi Redevelopment Project: દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારના ધારાવી વિધાનસભા ક્ષેત્રમાં થયેલા વોટીંગ મહાયુતિના તરફેણમાં ગયું છે હાલ તેવી ધારાવીમાં ચર્ચા થઈ રહી. આ સીટ પર 48.52 ટકા વોટિંગ મહાયુતિના ઉમેદવાર રાહુલ શેવાળેની તરફેણ થયું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે.
આથી અંદાજે 600 એકરમાં ફેલાયેલો અને આશરે રૂ. 23,000 કરોડનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોકસભાની ચૂંટણીમાં ( Lok sabha election ) ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રોજેક્ટથી ઘણા લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું થવા જઈ રહ્યુ છે. તે જ સમયે, શિવસેનાના UBT ( Shiv Sena UBT ) જૂથના ઉદ્ધવ ઠાકરેએ આ પ્રોજેક્ટનો સખત વિરોધ કર્યો હતો. આની પ્રતિકુળ અસર ઉબઠાના ઉમેદવાર અનિલ દેસાઈ ને થઈ હશે એ વાત નકારી શકાય તેમ નથી
Dharavi Redevelopment Project: આ પ્રોજેક્ટમાં તમામ પાત્ર કે અપાત્ર મકાન ધારકોને ઘર મળશે..
ઉલ્લેખનીય છે કે, ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ. ( DRPPL ), મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ ( Adani Group ) વચ્ચેનું સંયુક્ત પ્રોજેક્ટ છે. અદાણી જૂથે આ અંગે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે અદાણી ગ્રુપ હાલના ધારાવીને શહેરી કાયાકલ્પનું મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં પાત્ર હોય કે અપાત્ર, તમામ ધારાવિકરોને નવા મકાનો મળશે. તેમને કી-ટુ-કી સોલ્યુશન્સ આપવામાં આવશે અને તેઓ ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેવાને બદલે સીધા નવા ઘરોમાં શીફ્ટ થશે. સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ હેઠળ આવાસ માટે નવું ધોરણ નક્કી કરીને, તમામ પાત્ર ફ્લેટ ધારકોને ધારાવીમાં જ ઓછામાં ઓછા 350 ચોરસ ફૂટના વિસ્તારવાળા મકાનો આપવામાં આવશે. તેમજ ટેન્ડરમાં બિન-પાત્ર ફ્લેટ ધારકો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી; જેમાં મહારાષ્ટ્ર સરકારની રેન્ટલ હાઉસિંગ સ્કીમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને મકાનો આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડની ડિલ કરશે, ગ્રાહકોને થશે આ ફાયદો
દરમિયાન, આદિત્ય ઠાકરેએ અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા અનેક આરોપોને નકારી કાઢતાં અદાણી ગ્રુપે આ અંગે સ્પષ્તા કરતા નિવેદનમાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપની પસંદગી સંપૂર્ણ રીતે મેરિટ આધારિત કરવામાં આવી હતી, જેમાં અદાણી ગ્રૂપ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે ખુલ્લા ટેન્ડરમાં સૌથી વધુ બોલી લગાવનાર જાહેર થયા હતા. તો આ અંગે વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન ટેન્ડરની શરતો અને નિયમોને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તેથી આમાં કોઈ પણ ગેરકાયદે કામ કરવામાં આવ્યું નથી.
Dharavi Redevelopment Project: હાલ ધારાવીમાં ઘણા સ્થાનિક લોકો આ પ્રોજેક્ટની તરફેણમાં ઉભા થયા છે..
આ કારણે હાલ ધારાવીમાં ઘણા સ્થાનિક લોકો આ પ્રોજેક્ટની તરફેણમાં ઉભા થયા છે અને જો ખુલ્લેઆમ નહીં, તો તેઓ રાજ્યની શિંદે સરકારની ( Mahayuti ) સાથે મજબૂત રીતે પાછળથી ટેકો આપી રહ્યા છે. અદાણીની આકર્ષક ઓફરને કારણે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટને ઠાકરેની વિરુદ્ધ અને શિંદે જુથના તરફેણમાં દોરી ગઈ હોવાનું કહેવાય છે. તેથી જ વર્ષા ગાયકવાડ આ મતવિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં, આ વખતે તેઓ ઉત્તર-મધ્ય મતવિસ્તારમાં પોતાના પ્રચારમાં વ્યસ્ત રહેતા જોવા મળ્યા હતા. તેમજ તેઓ ધારાવી વિધાનસભા ક્ષેત્રની આસપાસ બહુ પ્રચાર કરતા જોવા મળ્યા ન હતા. આથી દક્ષિણ-મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારમાં માત્ર 48.52 ટકા મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો: Gold Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આવ્યો અચાનક ઘટાડો? બજારના હિસાબે ટૂંક સમયમાં ફરી પીળી ધાતુમાં વધારાની અપેક્ષા.. જાણો શું છે આજનો નવો ભાવ..