ના હોય.. મુંબઈમાં 18 વર્ષની વયના યુવાનોમાં જોવા મળ્યા આ ગંભીર બીમારીના લક્ષણ. વાંચો ચોંકાવનારો અહેવાલ

by Dr. Mayur Parikh
Mumbaikars neither fit nor healthy: BMC survey

 News Continuous Bureau | Mumbai

ખોટી જીવનશૈલી (lifestyle) , અયોગ્ય આહાર  (Improper diet) અને શારીરિક વ્યાયામના (Physical exercise) અભાવને કારણે વિશ્વભરમાં ડાયાબિટીસ (Diabetes) અને હાઈ બ્લડપ્રેશર (High blood pressure) જેવી બીમારીઓ વધી રહી છે. મુંબઈના યુવાનોમાં પણ અઢાર વર્ષની ઉંમરથી શરીરમાં વધારાની સુગર (Extra sugar) હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

કોરોનાની (Corona) પ્રથમ લહેર શમી ગયા પછી, 2021 માં, મુંબઈમાં 14 ટકા મૃત્યુ ડાયાબિટીસને કારણે થયા હતા. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી મધર સેફ, હોમ સેફ અભિયાન (Home Safe campaign) અંતર્ગત મ્યુનિસિપલ હેલ્થ વિભાગના (Municipal Health Department) અધિકારીઓએ 1 લાખ 3 હજાર 420 મહિલાઓની ડાયાબિટીસના નિદાન માટે તપાસ કરી ત્યારે 7 હજાર 475 મહિલાઓને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. તેથી ડાયાબિટીસ નિષ્ણાંતોએ ડાયાબિટીસથી બચવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો: સિંહણ સાથે સેલ્ફી લઈ રહી હતી છોકરી, ત્યારે જ થયું કંઈક એવું કે નીકળી ગઇ ચીસ.. જુઓ વાયરલ વિડીયો

કોરોનાની પ્રથમ લહેરમાં, કોરોનાથી પ્રભાવિત ડાયાબિટીસના દર્દીઓને (Diabetic patients) બચાવવા ડૉક્ટરો માટે ખૂબ મુશ્કેલ હતું. તો બીજી લહેર દરમિયાન, જીવલેણ વાયરસ સામે લડતા ડાયાબિટીસના દર્દીઓએ મોટી સંખ્યામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડોકટરોએ નોંધ્યું કે કોરોનાની આ બંને લહેરમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી ગંભીર રોગોમાં સપડાય છે અને જીવ પણ ગુમાવે છે. મુંબઈમાં 2021ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સ્પેક્સ સર્વે અનુસાર, 18 થી 69 વર્ષની વય વચ્ચેના 18 ટકા લોકોમાં ફાસ્ટિંગ બ્લડ સુગરનું સ્તર 126 મિલિગ્રામથી વધુ છે. આ સર્વે બાદ પાલિકાએ મોટી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં બિનચેપી રોગ કેન્દ્રો પણ સ્થાપ્યા હતા. આ કેન્દ્રોમાં, શંકાસ્પદ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના જોખમવાળા 30 વર્ષથી વધુ ઉંમરના 32 હજાર 96 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં 12 ટકા દર્દીઓમાં સામાન્ય બ્લડ પ્રેશર લેવલ કરતા વધારે જોવા મળ્યું હતું. તો 11 ટકા દર્દીઓના શરીરમાં 140 મિલિગ્રામથી વધુ સુગર જોવા મળી હતી. તેમ જ 5 ટકા વસ્તીમાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું પ્રમાણ પણ સામાન્ય કરતા વધારે હતું

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More