શું મુકેશ અંબાણી ઘર નીચે સ્કોર્પિયો ગાડી માં જીલેટિન સ્ટિક મુકવા સચિન વાઝે એ દાઉદ ના સાગરીતો ની મદદ લીધી હતી ?જાણો અહીં …

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .

        મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા  પાસે વિસ્ફોટકો ભરેલી ગાડી મુકવા ના કેસ માં એકતા કપૂર ની સીરીયલ ની જેમ રોજ નવા નવા ટ્વિસ્ટ એન્ડ ટર્નસ આવતાજ રહે છે . પોલીસ  ઓફિસર સચિન વાઝે ની ધરપકડ થયા બાદ રોજ કંઈક નવા ચોંકાવનારા ખુલાસા ઓ બહાર આવે છે.સચિન વાઝે અત્યારે એ એન આઈ ની ગિરફ્ત માં છે. ઇન્ટરોગેશન દરમિયાન વાઝે એ કબુલ કર્યું છે કે સ્કોર્પિયો ગાડી માં જિલેટીન ભરેલી સ્ટીક્સ મુકવા તેણે  દાઉદ ના જુના સાગરીતો ની મદદ લીધી છે .


          વાત એમ છે કે , તિહાર જેલ માંથી જૈશ  એ ઉલ  હિન્દ નામ થી એક ટેલિગ્રામ અધિકારીઓ ને મળ્યો છે જેમાં વિસ્ફોટક ભરેલી  ગાડી મુકવાની જવાબદારી તેમણે લીધી છે.જોકે એ એન આઈ નું માનવું છે કે વાઝે પોતાના ઉપર તોળાતા સંકટ થી બચવા દાઉદ નું નામ લઈ  ને અધિકારીઓ ને ગેર માર્ગે દોરવા પ્રયત્ન કરે છે .

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More