ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટકો ભરેલી ગાડી મુકવા ના કેસ માં એકતા કપૂર ની સીરીયલ ની જેમ રોજ નવા નવા ટ્વિસ્ટ એન્ડ ટર્નસ આવતાજ રહે છે . પોલીસ ઓફિસર સચિન વાઝે ની ધરપકડ થયા બાદ રોજ કંઈક નવા ચોંકાવનારા ખુલાસા ઓ બહાર આવે છે.સચિન વાઝે અત્યારે એ એન આઈ ની ગિરફ્ત માં છે. ઇન્ટરોગેશન દરમિયાન વાઝે એ કબુલ કર્યું છે કે સ્કોર્પિયો ગાડી માં જિલેટીન ભરેલી સ્ટીક્સ મુકવા તેણે દાઉદ ના જુના સાગરીતો ની મદદ લીધી છે .
વાત એમ છે કે , તિહાર જેલ માંથી જૈશ એ ઉલ હિન્દ નામ થી એક ટેલિગ્રામ અધિકારીઓ ને મળ્યો છે જેમાં વિસ્ફોટક ભરેલી ગાડી મુકવાની જવાબદારી તેમણે લીધી છે.જોકે એ એન આઈ નું માનવું છે કે વાઝે પોતાના ઉપર તોળાતા સંકટ થી બચવા દાઉદ નું નામ લઈ ને અધિકારીઓ ને ગેર માર્ગે દોરવા પ્રયત્ન કરે છે .
