Site icon

Dharavi Redevelopment Project: શું અદાણી કનેક્શનને કારણે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાસેથી દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક છીનવી લીધી, શું શરદ પવાર આમાં મહત્વની ભૂમિકામાં???

Dharavi Redevelopment Project: કોંગ્રેસના એકનાથ ગાયકવાડ દક્ષિણ મુંબઈથી હાલ સાંસદ હતા. આથી ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, એકનાથ ગાયકવાડની પુત્રી દક્ષિણ મુંબઇની બેઠક પરથી ચૂંટણી લડવામાં માટે વધુ રસ દાખવી રહી હતી. ધારાવી રિડેવલપમેન્ટ પર રાહુલ ગાંધી અને વર્ષા ગાયકવાડનો વિરોધ જોઈને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આ મતવિસ્તાર કોંગ્રેસ પાસેથી છીનવી લીધો હતો અને અહીં અનિલ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી.

Did Uddhav Thackeray wrest the South Central Mumbai seat from Congress because of Adani connection, Sharad Pawar in an important role

Did Uddhav Thackeray wrest the South Central Mumbai seat from Congress because of Adani connection, Sharad Pawar in an important role

News Continuous Bureau | Mumbai

Dharavi Redevelopment Project: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે થોડા મહિના પહેલા ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray ) ધારાવી પુર્નવિકાસ પ્રોજેક્ટને લઈને અદાણી ગ્રૂપ વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો. તેથી જ તેને અદાણી વિરોધી કહેવામાં આવતું હતું. જો કે, વાસ્તવમાં ચિત્ર કંઈક અલગ હતું. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ ધારાવી ઝૂંપડપટ્ટી જે દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારમાં આવે છે. તે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. આ બાબતે  મોદીએ અંબાણી અને અદાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા બાદ કોંગ્રેસ વર્તુળોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં શરદ પવારની પણ મહત્ત્વની ભૂમિકા રહી હતી. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના ( Congress ) એકનાથ ગાયકવાડ દક્ષિણ મુંબઈથી હાલ સાંસદ હતા. આથી ધારાસભ્ય વર્ષા ગાયકવાડ ( Varsha Gaikwad ) , એકનાથ ગાયકવાડની પુત્રી દક્ષિણ મુંબઇની બેઠક પરથી ચૂંટણી લડવામાં માટે વધુ રસ દાખવી રહી હતી.  ધારાવી રિડેવલપમેન્ટ પર રાહુલ ગાંધી અને વર્ષા ગાયકવાડનો વિરોધ જોઈને શરદ પવાર ( Sharad Pawar ) અને ઉદ્ધવ ઠાકરેએ આ મતવિસ્તાર કોંગ્રેસ પાસેથી  છીનવી લીધો હતો અને અહીં અનિલ દેસાઈને ( Anil Desai ) ટિકિટ આપવામાં આવી હતી.  જો કે, તેમને શિંદે શિવસેનાના ઉમેદવાર રાહુલ શેવાળે કરતા નબળા હાલ માનવામાં આવી રહ્યા છે. અગાઉ એવી ચર્ચા હતી કે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધા બાદ દેસાઈને શા માટે ઉમેદવારી આપવામાં આવી. તેમાં હવે અદાણી કનેક્શનનો નવો ઉમેરો થયો છે.

આ સમાચાર પણ વાંચો:  Forest Conservation: યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના 19મા સત્રમાં ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન પહેલને હાઇલાઇટ કરી

Dharavi Redevelopment Project: વર્ષા ગાયકવાડે ધારાવીના હજારો કરોડના આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો…

ઉલ્લેખનીય છે કે, વર્ષા ગાયકવાડે ધારાવીના હજારો કરોડના આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ પણ આ પ્રોજેક્ટને લઈને અદાણી ગ્રુપ પર ટિપ્પણી કરી હતી. જો અહીંથી કોંગ્રેસના સાંસદ ચૂંટાશે તો પ્રોજેક્ટમાં અવરોધો આવશે. તેથી મીડિયા અહેવાલ મુજબ અદાણીએ અહીં કનેક્શન લગાડીને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉદ્ધવ સેનાને આ સીટ અપાવી હતી. હાલ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Exit mobile version