Site icon

રેલવે બંધ પડી છે, પણ તમને ખબર છે; એનાં નાળાં સાફ કરવા પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચાયા છે? જાણો ભ્રષ્ટાચારની આખી વિગતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહાનગર મુંબઈમાં ચોમાસા સમયે સાયન, કિંગ સર્કલ અને કુર્લા જેવા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતાં લોકલ સેવા પ્રભાવિત થાય છે. હવે એક RTIઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આરોપ લગાવ્યો છે કે આ વખતે નાળાની સફાઈ ન કરવાને કારણે કુર્લા અને સાયનમાં વરસાદી પાણી ભરાયાં છે અને મુંબઈ ઉપનગરીય રેલવે સેવાને અસર થઈ છે.

છેલ્લાં12 વર્ષમાં, રેલવેના 116 કલ્વર્ટ્સ પર 30 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સફાઈ ન કરવાને કારણે 30 કરોડ રૂપિયાનો વ્યય થયો છે. મુંબઈ રેલવે હેઠળના કલ્વર્ટ જે દર વર્ષે રેલવેવહીવટીતંત્ર દ્વારા સાફ કરવામાં આવે છે અને દર વર્ષે પાલિકા 3થી 4 કરોડ રૂપિયા એ સાફસફાઈ માટે ચૂકવે છે, પરંતુ આજદિન સુધી રેલવે દ્વારા કોઈ ઑડિટ કરવામાં આવ્યું નથી કે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખર્ચનો હિસાબ પૂછવામાં આવ્યો નથી.

મુંબઈના ખાર વિસ્તારમાં ચાર ફૂટ પાણી ભરાયા, બધા ની ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, વીજળી ગૂલ, જુઓ વિડિયો અને ફોટોગ્રાફ

આજે મધ્ય રેલવે હેઠળ 53, પશ્ચિમ રેલવે હેઠળ 41 અને હાર્બર રેલવે હેઠળ 22 કલ્વર્ટ્સ, એમ કુલ 116 કલ્વર્ટ્સ છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે માત્ર 15 દિવસમાં CSMTથી મુલુંડ સુધીની તમામ રેલવે ડ્રેઇનોની સફાઈ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે, પરંતુ આ કાર્યનું બંનેમાંથી કોઈપણ સંસ્થાએ ઑડિટ કર્યું નથી. દર વર્ષે લોકલ સેવાઓ ખોરવાતાં મહેનતુ મુંબઈગરાઓએ આનું પરિણામ ભોગવવું પડે છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version