181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
દેશ-વિદેશના પર્યકોમાં મુંબઈના ભાયખલામાં આવેલું વીરમાતા જીજાબાઈ ઉદ્યાન બહુ માનીતું છે. આ રાણીબાગમાં હવે નવા મહેમાનનું આગમન થવાનું છે. આગામી દિવસોમાં અહીં આફ્રિકાથી સફેદ સિંહ લાવવામાં આવવાનો છે. એ સાથે જ ચિત્તા, ચિંપાઝી, લેસર ફ્લેમિંગો, ઈમૂ, બ્લૅક જેગ્વાર, મંદ્રીલ મંકી, હિપ્પો પોટમસ જેવા નવા પશુ-પંખીઓ પણ લાવવામાં આવવાનાં છે.
રાણીબાગના આ નવા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવાં પાંજરાં બનાવવામાં આવશે. એ માટે પાલિકા 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પર્યટકો તેમને જોઈ શકે એ માટે ગૅલેરી પણ બનાવવામાં આવવાની છે. રાણીબાગમાં નવા રસ્તા, આર્કષક ફૂટપાથ, આર્ટિફિશિયલ
લૅક પણ બાંધવામાં આવશે. એ ઉપરાંત આગામી દિવસોમાં અહીં પ્રાણીઓ માટે હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે.
You Might Be Interested In