News Continuous Bureau | Mumbai
Dombivli MIDC Blast : ડોમ્બિવલી ના MIDCમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 5 થી 6 કામદારો ગંભીર રીતે ઘવાયા હોવાની પ્રાથમિક માહિતી છે, જો કે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે કંપનીની નજીકની બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા અને અંદર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. વિસ્તાર ઘટનાની જાણકારી મળતા જ 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જવાન આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કંપનીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો
આ ભયાનક વિસ્ફોટ MIDCના ફેઝ 2માં એક કેમિકલ કંપનીમાં થયો છે. પ્રાથમિક માહિતી એવી છે કે કંપનીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આગ બધે ફેલાઈ ગઈ. વિસ્ફોટ અને આગને કારણે આસપાસની કંપનીઓ અને કામદારોને પણ અસર થઈ છે.
MIDC DOMBIVLI मध्ये भीषण आग,
Dear उदय सामंत @samant_uday आता तरी केमिकल वाल्यांना permission देण बंद करा.Ambernath मध्ये मोठी जिवितहानी होण्याची वाट बघत आहेत का मंत्री जी.
Residential जवळ केमिकल फैक्ट्री ला permission देण बंद करा. pic.twitter.com/4WzUQqr16C— हिंदुत्व – The Truth (मोदी का परिवार) (@Truthexpress71) May 23, 2024
વિસ્ફોટનું ચોક્કસ કારણ અને ગંભીરતા હજુ જાણી શકાયું નથી. જોકે, આ વિસ્ફોટની જ્વાળાઓ ડોમ્બિવલી MIDCથી દૂરના વિસ્તારમાંથી દેખાઈ રહી છે. ઘટના સ્થળથી થોડે દૂર આવેલી ઈમારતોના કાચ તૂટી જવા પામ્યા છે
5 થી 6 લોકો ઘાયલ
આ ભયાનક વિસ્ફોટમાં 5 થી 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરોએ હવે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો: શેરબજારમાં અફવાઓની અસર પર હવે લાગશે અંકુશ, સેબીએ જારી કરી આ નવી માર્ગદર્શિકા.. જાણો વિગતે..