ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
ભારતીય જનતા પાર્ટીના વિલેપાર્લે ના ધારાસભ્ય અમિત સાટમે મુંબઈ મહાનગર પાલિકા કમિશનર ને વિનંતી કરી છે કે વેક્સિનેશન ડ્રાઇવ હવે માત્ર સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી ખસેડીને સોસાયટી સુધી લઈ જવી જોઈએ.
મહાનગરપાલિકાના કમિશનર ને લખે તેમણે કહ્યું છે કે જે સોસાયટી અથવા ઝૂંપડપટ્ટીમાં સૌથી વધુ 45 વર્ષના લોકો રહેતા હોય ત્યાં મહાનગર પાલિકાના કર્મચારીઓએ પોતે જવું જોઈએ તેમજ લોકોને વેક્સિન આપવી જોઈએ. પોતાના આ સૂચનને પીઠબળ આપતાં તેમણે ચેન્નાઈ નું ઉદાહરણ આપ્યું હતું. ચેન્નઈમાં વેક્સિનેશન લોકોના ઘરે જઈને કરવામાં આવે છે.
ભારત માં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સીન અંગે લીધો આ મોટો નિર્ણય.
ધારાસભ્યના આ પત્રનો અત્યાર સુધી કમિશનર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
જોકે આ માગણીને કારણે અનેક લોકોને લાગી રહ્યું છે કે આવા પ્રકારની સુવિધા લોકો માટે ઉપયોગી થઈ પડશે.
