ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI)એ રવિવારે દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા સ્માર્ટફોન (આઈફોન) મોટો જથ્થો મુંબઈ એરપોર્ટ પરથી જપ્ત કર્યો હતો. તેની કિંમત લગભગ 42.86 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૂત્રોએ આપેલી માહિતીને આધારે 26 નવેમ્બરે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ, મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હોંગકોંગથી આવેલા બે કનસાઈનમેન્ટની તપાસ કરી હતી.
ઈમ્પોર્ટ ડોક્યુમેન્ટમાં આ માલને "મેમરી કાર્ડ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ફીઝીકલ તપાસમાં જાણવા મળ્યું કે આ કન્સાઈનમેન્ટમાં હકીકતમાં કુલ 3,646 iPhone-13 મોબાઈલ ફોન અને 12 'Google Pixel 6 Pro', તેમ જ કિંમતી Apple સ્માર્ટ ઘડિયાળ હતી. તમામ માલસામાનની કિંમત લગભગ 42.86 કરોડની આસપાસ હતી. પરંતુ તેણે આ માલની કિંમત માત્ર 80 લાખ રૂપિયા જાહેર કરી હતી.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ તમામ આઇફોન અને એપલ સ્માર્ટ વોચ અને અન્ય મોબાઇલ, જેની જાહેરાત કરવામાં આવી નહોતી, તે જપ્ત કરવામાં આવ્યા હતા.