News Continuous Bureau | Mumbai
DRI Raid: DRIએ મુંબઈના વર્સોવામાં ઝવેરી બજારમાં ( zaveri bazar ) દરોડા પાડ્યા હતા. જેમાં દાણચોરી માટે વિદેશથી ભારતમાં લાવવામાં આવેલું 24 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRIએ ઝવેરી બજાર, મુંબાદેવી અને વર્સોવા ( Versova ) વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.
મુખ્ય આરોપી તથા તેની પત્ની, આ સિન્ડિકેટ ચલાવતા હતા.
દેશમાં ચોરી કરીને સોનાની દાણચોરી ( Gold smuggling ) કરીને સોનાનું વેચાણ ( Gold Sell ) થતું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે ડીઆરઆઈએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડમાં પકડાયેલ આરોપી અગાઉ પણ એક વખત વિદેશી ચલણ ભારતમાં લાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ઉન્નત માર્ગ પ્રોજેક્ટથી દક્ષિણ મુંબઈમાં મુસાફરી સરળ બનશે, ટ્રાફિક સમસ્યા થશે દુર.. જાણો ક્યાંથી ક્યા સુધી રહેશે કનેક્ટીવીટી..
આ મામલામાં મુખ્ય આરોપી તથા તેની પત્ની, આ સિન્ડિકેટ ચલાવતા હતા. જેમાં તેમનો એક સાથીદાર આરોપી પણ આમાં સામેલ હતો. જેમાં ડીઆરઆઈએ દરોડા પાડીને 24 કિલો સોનું અને બે કરોડની રોકડ અને 4600 પાઉન્ડ જપ્ત કર્યા હતા.