DRI Raid: મુંબઈમાં DRIની મોટી કાર્યવાહી! વર્સોવા ઝવેરી બજારમાં દરોડો, 24 કિલો સોનું જપ્ત..

DRI Raid: દેશમાં ચોરી કરીને સોનાની દાણચોરી કરીને સોનાનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે ડીઆરઆઈએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો.

by Bipin Mewada
DRI Raid Big action of DRI in Mumbai! Versova jewelry market raid, 24 kg gold seized..

News Continuous Bureau | Mumbai

DRI Raid: DRIએ મુંબઈના વર્સોવામાં ઝવેરી બજારમાં ( zaveri bazar ) દરોડા પાડ્યા હતા. જેમાં દાણચોરી માટે વિદેશથી ભારતમાં લાવવામાં આવેલું 24 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRIએ ઝવેરી બજાર, મુંબાદેવી અને વર્સોવા ( Versova ) વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 

 મુખ્ય આરોપી તથા તેની પત્ની, આ સિન્ડિકેટ ચલાવતા હતા.

દેશમાં ચોરી કરીને સોનાની દાણચોરી ( Gold smuggling ) કરીને સોનાનું વેચાણ ( Gold Sell ) થતું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે ડીઆરઆઈએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડમાં પકડાયેલ આરોપી અગાઉ પણ એક વખત વિદેશી ચલણ ભારતમાં લાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ઉન્નત માર્ગ પ્રોજેક્ટથી દક્ષિણ મુંબઈમાં મુસાફરી સરળ બનશે, ટ્રાફિક સમસ્યા થશે દુર.. જાણો ક્યાંથી ક્યા સુધી રહેશે કનેક્ટીવીટી..

આ મામલામાં મુખ્ય આરોપી તથા તેની પત્ની, આ સિન્ડિકેટ ચલાવતા હતા. જેમાં તેમનો એક સાથીદાર આરોપી પણ આમાં સામેલ હતો. જેમાં ડીઆરઆઈએ દરોડા પાડીને 24 કિલો સોનું અને બે કરોડની રોકડ અને 4600 પાઉન્ડ જપ્ત કર્યા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More