News Continuous Bureau | Mumbai
આજકાલ આપણે સોશિયલ મીડિયા(Social media) પર ઘણી વખત અકસ્માતો(Accident)ના વીડિયો જોતા હોઈએ છીએ. ઘણાં વીડિયો એવા હોય છે જેમાં ભૂલ કોઈ અન્યની હોય પરંતુ ભોગવવું કોઈ બીજાને પડતું હોય છે. તો બીજી તરફ કેટલાક એવા અકસ્માતો પણ જોયા હશે જેને જોઈને તમારું હસું રોકી શકશો નહી. આ વીડિયો પણ કંઇક આ રીતનો છે. આ વીડિયોને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.
What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD
— Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022
આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની તદ્દન નવી ટાટા નેક્સોન(New TATA Nexon car) કારને સોસાયટીમાં લાવતો જોઈ શકાય છે. આ દરમિયાન તેનો સાથી બિલ્ડીંગ(Building) નો ગેટ ખોલીને નવી ગાડી લાવવા બદલ તેનું સ્વાગત કરે છે. જોકે વાહન ચલાવનાર વ્યક્તિ બિલ્ડીંગમાં ગાડી લાવ્યા બાદ બ્રેક મારવાને બદલે સીધું એક્સીલેટર દબાવી દે છે અને અચાનક કારની સ્પીડ વધી જાય છે. એવું થયા પછી વાહન ચલાવનાર વ્યક્તિ ગાડી પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે. પછી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓને કચડી નાંખે છે. તેની ગાડી પણ ફસાઈ જાય છે. આ પછી વીડિયોમાં ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ દોડીને તેની મદદ કરતો જોવા મળે છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ ગાડી ચલાવતી વખતે સાવધાન રહેવાની વાત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મુંબઇ(Mumbai)ની કોઇ સોસાયટીનો છે.