Site icon

હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

આજકાલ આપણે સોશિયલ મીડિયા(Social media) પર ઘણી વખત અકસ્માતો(Accident)ના વીડિયો જોતા હોઈએ છીએ. ઘણાં વીડિયો એવા હોય છે જેમાં ભૂલ કોઈ અન્યની હોય પરંતુ ભોગવવું કોઈ બીજાને પડતું હોય છે. તો બીજી તરફ કેટલાક એવા અકસ્માતો પણ જોયા હશે જેને જોઈને તમારું હસું રોકી શકશો નહી. આ વીડિયો પણ કંઇક આ રીતનો છે. આ વીડિયોને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

 

આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની તદ્દન નવી ટાટા નેક્સોન(New TATA Nexon car) કારને સોસાયટીમાં લાવતો જોઈ શકાય છે. આ દરમિયાન તેનો સાથી બિલ્ડીંગ(Building) નો ગેટ ખોલીને નવી ગાડી લાવવા બદલ તેનું સ્વાગત કરે છે. જોકે વાહન ચલાવનાર વ્યક્તિ બિલ્ડીંગમાં ગાડી લાવ્યા બાદ બ્રેક મારવાને બદલે સીધું એક્સીલેટર દબાવી દે છે અને અચાનક કારની સ્પીડ વધી જાય છે. એવું થયા પછી વાહન ચલાવનાર વ્યક્તિ ગાડી પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે. પછી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓને કચડી નાંખે છે. તેની ગાડી પણ ફસાઈ જાય છે. આ પછી વીડિયોમાં ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ દોડીને તેની મદદ કરતો જોવા મળે છે. 

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ ગાડી ચલાવતી વખતે સાવધાન રહેવાની વાત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મુંબઇ(Mumbai)ની કોઇ સોસાયટીનો છે.

 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version