News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) ગોરેગાંવ(goregaon) વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ ATM મશીનમાંથી પૈસા નહીં પણ પૈસા ભરેલી કેશ વાન(Cash van) લઈને ફરાર થઈ ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગોરેગાંવ પશ્ચિમ(Goregoan west)માં પાટકર કોલેજમાં યુનિયન બેંકનું એટીએમ(ATM) છે. બેંક કર્મચારીઓ આ એટીએમમાં લગભગ 1 વાગ્યાની આસપાસ પૈસા ભરવા માટે આવ્યા હતા. કાર એટીએમ પાસે પહોંચતા જ સ્ટાફ નીચે ઉતરીને એટીએમમાં ગયો હતો. આ તક ઝડપી લઈ ડ્રાઇવર કેશ વાન લઈને ફરાર થઈ ગયો. તે સમયે કેશ વાનમાં અંદાજે 3 કરોડ રૂપિયા હતા.
આ સમાચાર પણ વાંચો : તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો
ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. થોડા સમય પછી, પોલીસને આ વાન પીરામલ નગરમાં મળી. પોલીસે વાન કબજે કરી તપાસ હાથ ધરી છે. આ સમયે વાનમાં કેટલીક રોકડ રકમ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. વાન લઈને ભાગી જનાર ચાલક હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી બે મહિના પહેલા જ કંપનીમાં જોડાયો હતો.