ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરના ફેરિયાઓ મુંબઈવાસીઓને લૂંટી રહ્યા છે તે સર્વવિદિત છે. ગત કેટલા દિવસથી ક્લાઈમેટ ચેન્જ અને વરસાદ નું કારણ આગળ ધરીને ફેરિયાઓ એ લોકો પાસેથી રીતસરના પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. ત્યાર બાદ મોંઘવારી વધી ગઈ છે એ બાબતની ગાળો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ખાતામાં જમા થાય છે.
આવા સમયે ફેરિયાઓને પોલ ખુલ્લી પાડતા સબૂત એપીએમસી માર્કેટ માંથી મળી આવ્યા છે. ન્યુઝ કંટીન્યૂઝ ટીમે જ્યારે એપીએમસી બજાર માં ફળ અને શાકભાજી બજારમાં ચાલી રહેલા ભાવ ની તપાસ કરી ત્યારે જે ભાવ જાણવા મળ્યા તે નીચે મુજબ છે.
ટમેટા, રિંગણા, ભિંડા, ગાજર, કાકડી, ફ્લાવર અને કોબી આ તમામ નો ભાવ દસ રૂપિયા કિલો. વટાણા અને લીલી શીંગો નો ભાવ 25 રૂપિયા કિલો.
એપીએમસી બજાર ના વેપારીઓનું કહેવું છે કે વાતાવરણમાં ગરમી વધી ગઈ હોવાને કારણે વહેલામાં વહેલી તકે શાકભાજી વેચવા નાખવું પડશે એટલે ભાવ ઘટાડવામાં આવ્યા છે.
જોકે હકીકત એ છે કે મુંબઈ વાસીઓ પાસેથી શાકભાજી વેચનાર ભારોભાર પૈસા પડાવી રહ્યા છે.