News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના કફ પરેડ (Cuffe Parade) વિસ્તારમાં દારૂ પીને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ (driving)કરીને ચારને ફડફેટમાં લેનારા 28 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસ અધિકારીનું મોત થયું હતું તો બે બેંક અધિકારીઓ સહિત એક રાહદારી ગંભીર રીતે જખમી થયા હતા.
આ દુર્ઘટના મંગળવારે બપોરે લગભગ બે વાગ્યે દક્ષિણ મુંબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બહાર બની હતી. એક 28 વર્ષીય યુવકે બેદરકારીથી કાર ચલાવીને ત્રણથી ચાર લોકોને અડફેટમાં લીધા હતા. આરોપી ડ્રાઈવરની ઓળખ મુકેશ પ્રદીપ સિંહ તરીકે કફ પરેડ પોલીસે કરી છે. તેની પર બેદરકારી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે મૃત્યુ માટે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે બપોરે 1.50 વાગ્યાની આસપાસ બની હતી. મુકેશ પ્રદીપ સિંહ તેના માલિકને મોરિસ ગેરેજ (MG) ઇલેક્ટ્રિક એસયુવીમાં નરીમન પોઈન્ટ(Nariman Point)ની મેકર ચેમ્બરમાં છોડીને તેના માલિકને જાણ કર્યા વિના સંબંધીઓને મળવા જઈ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં જુહુનો રહેવાસી મુકેશ સિંહ સોમવારે રાત્રે નશામાં હતો અને ઘટના સમયે દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હોવાનું જણાયું હતું.
પોલીસના કહેવા મુજબ કફ પરેડ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર(World trend center)ની નજીક આવી રહ્યો હતો ત્યારે ગેટ નંબર 4 અને 6 પાસે મુકેશે તેના વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બપોરના લંચ બ્રેક દરમિયાન બહાર આવેલા લોકોને તેણે અડફેટમાં લીધા હતા. જેમાં નવી મુંબઈ પોલીસ કમિશનરેટના 36 વર્ષના ક્લાર્ક પ્રસેનજીત ગૌતમ ધડસે સાથે તેની ગાડી અથડાઈ હતી, જેમાં પ્રસેનજીત સિમેન્ટના બ્લોક પર પટકાયા હતા.
આ સમાચાર પણ વાંચો : હવે પહેલી જુલાઈથી પ્લાસ્ટિકની થેલી જ નહીં પરંતુ પ્લાસ્ટિકના કાંટા-ચમચી પણ બંધ. જાણો પ્લાસ્ટિક સંદર્ભે મહારાષ્ટ્ર સરકારનો નવો કાયદો.
મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (MAT) કોર્ટમાં હાજર થયેલા પ્રસેનજીત ધડસેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ભારે રક્તસ્ત્રાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ અન્ય લોકોને બોમ્બે હોસ્પિટલ(Bombay Hospital)માં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોની ઓળખ ભારતીય રિઝર્વ બેંકના 43 વર્ષીય આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિતેશ કુમાર મંડલ અને SBI કેપિટલના 35 વર્ષના આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડેન્ટ સુજય કુમાર તરીકે થઈ છે.