ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
પાલિકાના કટોકટી વિભાગે ચેતવણી આપી છે કે આ વર્ષના ચોમાસા દરમિયાન દરિયામાં 18 દિવસ સુધી પૂર આવશે. જુલાઈ-ઑગસ્ટની વરસાદની સીઝન દરમિયાન દરિયામાં 10 દિવસ માટે સાડાચાર મીટરથી વધુની લહેરો ઊઠશે.મુંબઇકરોએ આ દિવસોમાં સાવચેત રહેવાની પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
મુંબઈમાં સમુદ્ર છલોછલ છે ત્યારે કિનારે વિશાળ મોજાં તૂટી પડ્યાં છે. સાડાચાર મીટરથી વધુની લહેરો જોખમી હોઈ શકે છે,એથી પાલિકા દ્વારા એલર્ટ જારી કરવામાં આવે છે. દરમિયાન મુંબઈકર-પર્યટકોને વિનંતી કરવામાં આવે છે કે કિનારાથી સાવચેત રહેવું અને શક્ય હોય ત્યાં સુધી જવાનું ટાળવું. આવા દિવસે તમામ કાંઠાની સુરક્ષા પાલિકાની સાથે પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ તહેનાત રહે છે.
પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી… પાણી; આ કૉન્ગ્રેસી નેતાએ BMC પર સાધ્યું નિશાન
અહીં ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં 23થી 28 જૂન સુધી સતત છ દિવસ સમુદ્ર છલકાશે તેવી શક્યતા છે. આ વખતે મોજાં સાડાચાર મીટરથી વધુ ઊંચા હશે. વર્ષની સૌથી મોટી ભરતી 26 જૂને આવે એવી શક્યતા છે. આ દિવસે ૪.૮૫ મીટર જેટલાં ઊંચાં મોજાંઊઠી શકે છેએવી ધારણા છે.