ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
કોરોનાને પગલે સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે. લોકોને નોકરી-ધંધાએ પહોંચવા માટે મજબૂરીમાં બેસ્ટની બસનો સહારો લેવો પડી રહ્યો છે. લોકોને બસ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. પ્રવાસીઓની ભીડ સામે બેસ્ટની બસની સંખ્યા પણ ઓછી પડી રહી છે. એટલું ઓછું હોય એમ રસ્તા પર બસની રાહ જોતા લાઇન સવારના પિક અવર્સમાં તો એક કિલોમીટર લાંબી થઈ જતી હોય છે. એવી પરિસ્થિતમાં મંગળવારે સવારના ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર (વેસ્ટ)માં રૂટ નંબર 421 નંબરની બસની રાહ જોતા પ્રવાસીઓની હાલત થઈ ગઈ હતી. લાઇનમાં ઊભા રહેલા પ્રવાસીઓનો લગભગ એકથી દોઢ કલાકે બસમાં નંબરે આવતો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે લાઇન એટલી લાંબી થઈ ગઈ હતી કે આ લાઇન રેલવે પ્લૅટફૉર્મ સુધી પહોંચી ગઈ હતી. બાદમાં આ જ લાઇન ધીમે-ધીમે વધતી ગઈ હતી, જે છેક રેલવે બ્રિજની ઉપર સુધી પહોંચી ગઈ હતી.
