Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે બસ સ્ટોપ પર લોકોની લાઈન હવે એટલી લાંબી થઇ કે રેલવે પ્રીમાઇસીસ માં પહોંચી. જુઓ ફોટો…

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 13 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર     

કોરોનાને પગલે સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે. લોકોને નોકરી-ધંધાએ પહોંચવા માટે મજબૂરીમાં બેસ્ટની બસનો સહારો લેવો પડી રહ્યો છે. લોકોને બસ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. પ્રવાસીઓની ભીડ સામે બેસ્ટની બસની સંખ્યા પણ ઓછી પડી રહી છે. એટલું ઓછું હોય એમ રસ્તા પર બસની રાહ જોતા લાઇન સવારના પિક અવર્સમાં તો એક કિલોમીટર લાંબી થઈ જતી હોય છે. એવી પરિસ્થિતમાં મંગળવારે સવારના ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર (વેસ્ટ)માં રૂટ નંબર 421 નંબરની બસની રાહ જોતા પ્રવાસીઓની હાલત થઈ ગઈ હતી. લાઇનમાં ઊભા રહેલા પ્રવાસીઓનો  લગભગ એકથી દોઢ કલાકે બસમાં નંબરે આવતો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે લાઇન એટલી લાંબી થઈ ગઈ હતી કે આ લાઇન રેલવે પ્લૅટફૉર્મ સુધી પહોંચી ગઈ હતી. બાદમાં આ જ લાઇન ધીમે-ધીમે વધતી ગઈ હતી, જે છેક રેલવે બ્રિજની ઉપર સુધી પહોંચી ગઈ હતી.

અલ્ટામાઉન્ટ રોડનું આ બિલ્ડિંગ થઈ ગયું સીલ, આ બિલ્ડિંગમાં છે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર ; જાણો વિગત

Mumbai Toll Hike 2026 મુંબઈમાં આજથી ટોલ ટેક્સમાં 20%નો તોતિંગ વધારો આ વાહનો માટે પ્રવેશ મોંઘો, કારએસટી બસને સંપૂર્ણ મુક્તિ
Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Exit mobile version