ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બ્રેક ધ ચેઇન હેઠળ નિયંત્રણો હળવાં કરવાની સાથે જ મુંબઈના રસ્તા પર ચિક્કાર પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. ખાનગી ઑફિસો ફરી ખુલ્લી મૂકવાની મંજૂરી આપવાની સાથે જ લોકો ઑફિસ જવા માંડ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લેનારને જ લોકલમાં પ્રવેશ હોવાથી લોકો ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. એથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. એમાં ઓછું હતું તેમ બે દિવસથી ફરી વરસાદે એન્ટ્રી કરી છે. બે દિવસના વરસાદમાં જ મુંબઈ, થાણે સહિત નવી મુંબઈના મોટા ભાગના રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. ખાડાને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હજી વકરી છે.
આગામી જુલાઈ સુધી મુંબઈની પાણીની ચિંંતા ટળી ગઈ, જળાશયોમાં થઈ ગયું આટલા દિવસનું પાણી જમા; જાણો વિગત
મુંબઈ મહાનગરપાલિકા રસ્તા પરના ખાડા તાત્કાલિક પૂરવામાં પાછળ રહી ગઈ છે. વરસાદમાં રસ્તા પરનો ડામર નીકળી જવો, ખડી ફેલાઈ જવી તથા પેવર બ્લૉક ઊખડી જવા સામાન્ય થઈ ગયું છે. રસ્તા પર રહેલા વરસાદી પાણીનો નિકાલ કરનારા ગટરની આજુબાજુમાં પડેલા ખાડાઓને કારણે પણ વાહનચાલકો માટે ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈ જ નહીં, પણ થાણે, કલ્યાણ, નવી મુંબઈમાં પણ રસ્તાની આવી જ હાલત છે.